Essays Archives

૧૯૮૬, મુંબઈ.
એક યુવકે પોતાના પિતાની ટીકાત્મક પ્રવૃત્તિની વાત કરી, 'સ્વામી ! આપે હમણાં જે યુવકોને દીક્ષા આપી હતી તેના ફોટા સાથે સમાચાર છાપામાં આવેલા. તે કટિંગ લઈને મારા પિતાશ્રી જેને-તેને બતાવીને આપની ટીકા કરતા ફરે છે કે આવા દેશ-પરદેશના હોશિયાર સુખી ઘરના છોકરાને સાધુ બનાવે છે.'
હસતાં હસતાં સ્વામીશ્રી કહે : 'સારું, સારું, તેમની સેવા થઈ ગઈ. આપણી વાત ખાનગી હતી નહીં. જગજાહેર હતી. છતાંય કેટલાકને ખબર નહીં હોય તો ખબર પડશે. જાણે-અજાણે મને-કમને પણ તેની આ સેવા થઈ જશે. આપણા કાર્યની જાહેરાત થશે. તેથી વિશેષ પ્રચાર થશે. મહારાજ તેનું_ સારું કરશે.'
એક વખત સ્વામીશ્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં કહેલું, 'ટીકાની તો મને પડી જ નથી... ટીકાનો ખુલાસો કરવાની પણ જરૂર લાગતી જ નથી.'
ખરેખર, તેઓ જે બોલે છે તેમજ વર્તે છે એનો પ્રત્યક્ષ અનુભવ થયો.
તા. ૧૮-૬-૮૮ના રોજ માર્ખમ(ટોરન્ટો-કેનેડા)માં સવારે ચંદ્રકાન્તભાઈને ઘેર સ્વામીશ્રી સૌ સંતો સાથે ઉકાળાપાણી કરતા હતા. એ વખતે શાસ્ત્રીજી મહારાજના સમયની વાત નીકળી.
પછી નિર્ભયસ્વરૂપ સ્વામી કહે : 'ભાદરાથી વિવેકસ્વરૂપ સ્વામી લખે છે કે અહીં બધે સુખડી વિતરણ માટે નીકળીએ છીએ ત્યારે લોકો ટીકા કરે છે ને ભાતભાતનું_ બોલે છે કે આ લોકોને કેટલુંય આવતું હશે ત્યારે તેમાંથી થોડુંક આપતા હશે...'
સ્વામીશ્રી કહે : 'બોલનારા તો બોલે. આપણે ભગવાનને માથે રાખીને કાર્ય કર્યે જવું. સાંભળવા રહીએ તો કામ ન થાય. ઘણા અણસમજણને લીધે બોલતા હોય છે. સમજાશે પછી નહીં બોલે. ભગવાન અને સંત જીવના ગુના સામે જોતા જ નથી. જો ગુના સામું જુએ તો જીવનું_ કલ્યાણ જ ન થાય. જેમ શ્રીજીમહારાજે બધાનું_ હિત ઇચ્છ્યું એમ આપણે પણ બધાનું_ હિત ઇચ્છવું.'
ભગવતûચરણ સ્વામી કહે : 'આટલું ને આવું સરસ કામ કરો છો તેમ છતાં ક્યારેક લોકો ટીકા કરે તો કંટાળો ન ચઢે કે કંઈ કરવું નથીકે મૂકો પડતું!'
સ્વામીશ્રી કહે : 'ભગવાનને રાજી કરવા છે તેને કંટાળો ન હોય. આપણે જે કામ લીધું છે તે પોતાના માટે નથી. ભગવાન માટે છે એવું સમજીએ તો કંટાળો ન ચઢે. ઉત્સાહ રહે. નહીંતર આઘુંપાછું થઈ જાય.'
પોતાના હૃદયની ગુણાતીત ભાવના આ ટૂંકા વાર્તાલાપમાં જણાવીને સ્વામીશ્રીએ ગુણાતીત થવાનો માર્ગ બતાવ્યો.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS