Essays Archives

ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ 'વચનામૃત.' આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ
સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે; એક મહાન જ્ઞાનકોશ છે, પરંતુ રોજ-બ-રોજના
વ્યવહારમાં, વ્યક્તિગત-કૌટુંબિક કે સામાજિક જીવનના દરેક પહલૂમાં જેનો સતત સામનો કરવો પડે છે, એવી
જટિલ સમસ્યાઓનાં સમાધાન પણ, આ ગ્રંથના પાને પાને ભર્યાર્ંં પડ્યાં છે.
એના શબ્દે શબ્દે પ્રશ્નોના હલ મળી રહે છે !
પ્રસ્તુત લેખમાળામાં, વ્યક્તિને પીડતા આવા પ્રશ્નો અને તેને અનુરૂપ વચનામૃત લઈ, તેમાંથી ભગવાન
સ્વામિનારાયણે સૂચવેલાં સમાધાનોનું અન્વેષણ કરવાનો એક અદનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીહરિના આ
અમૃતોદધિમાં આવો; એક સાધક બનીને ડૂબકી મારીએ. કદાચ, આપણને જ સતાવતી કોઈક સમસ્યાનો ઉકેલ
તેમાંથી મળી જાય !

'વચનામૃત' એટલે ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ જેમાં સર્વ શાસ્ત્રોનું દોહન છે. જુદાં જુદાં સ્થળોએ વિરાજી, ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલાં અસંખ્ય અમૃત વચનોમાંથી, અપ્રતિમ વિદ્વત્તા અને સાધુતાથી શોભતા, તેમના પ્રથમ પંક્તિના પરમહંસો - સદûગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ ૨૬૨ વચનામૃતોને સંકલિત ને સંપાદિત કરી, વ્યવસ્થિત કાળક્રમ મુજબ ગોઠવી, ગ્રંથસ્થ કર્યાં. સહજ આનંદમાંથી, સ્વયંસ્ફુરિત આ વચનો કેવળ કરુણાથી ઉદûબોધાયાં હતાં અને એટલે મુમુક્ષુનાં હૃદયમાં તે સીધાં, સોંસરવાં ઊતરી જાય છે. તેમાં નથી ડોળ કે દમામ, દંભ કે દબાણ અને છતાં તેમાં ભારોભાર પ્રમાણભૂતતા-વિશ્વસનીયતા છે. તેમાં a્યદ્દત્ર્oશ્વજ્ઞ્દ્દક્ક નહિ, પરંતુ a્યદ્દત્ર્ફૂઁદ્દજ્ઞ્ણૂજ્ઞ્દ્દક્ક છે. તેમાં સાલસતા અને સરળતા છે; છતાં સનાતન સિદ્ધાંતોનો ધનુષ્યટંકાર છે. તેમાં પ્રયાસપૂર્વકની શબ્દગૂંથણી કે ગોઠવણી છે જ નહિ - આખોય ગ્રંથ એ સાક્ષાત્‌ ભગવાનનું પ્રકટીકરણ છે.
ભગવાન સ્વામિનારાયણે આ ગ્રંથમાં, સ્વયં પરબ્રહ્મ છે એવી સ્વસ્વરૂપની ગહન, ગૂઢ ઓળખાણ, કરુણાએ કરીને પોતાના પરમહંસોને કરાવી છે. તેથી જ મુક્તાનંદ સ્વામીએ ગાયું,
'પોતે પરબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ,
નારાયણ પ્રબળ પ્રતાપ છે...'
આ વિરલ ગ્રંથમાં, શ્રીહરિએ સ્વમુખે બ્રહ્મ-પરબ્રહ્મનાં સાકાર સ્વરૂપોની, બ્રહ્મભાવ પામવાની અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવા અંગેની સાધનાની વાતો કરી છે. 'અક્ષર' અને 'પુરુષોત્તમ' આ બન્ને સ્વરૂપો, શુદ્ધ ઉપાસકો માટે આવશ્યક ઉપાસ્ય સ્વરૂપો છે, તે સનાતન સત્ય, શ્રીમુખે કહેવાયેલી આ અમૃતવાણીમાંથી ફલિત થાય છે. આવી શુદ્ધ ઉપાસનાનું ફળ એટલે 'આત્યંતિક કલ્યાણ', જે કોઈ પણ મુમુક્ષુનું અંતિમ લક્ષ્ય છે, એમ પણ એમાં જણાવ્યું છે. સાંપ્રતકાળે આવી મુક્તિ સિદ્ધ કરવા સરળ ઉપાય પણ મહારાજે બતાવ્યો - પ્રગટ સત્પુરુષમાં દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ.
'અક્ષરધામ પ્રાપ્તિ'ની આખરી મંજિલને પામવા, આ રીતે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલા સાધકને માટે તો આ વિરલ ગ્રંથ એક અદûભુત લ્o્યશ્વણૂફૂ છે; એક અખૂટ ખજાનો છે, જ્ઞાનકોશ (Encyclopaedia) છે. દરેક સાધકે એનું વાંચન, મનન અને નિદિધ્યાસ કરવાં જ પડે.
રોજ-બ-રોજના વ્યવહારમાં, વૈયક્તિક, કૌટુંબિક અને સામાજિક જીવનના દરેક પહલૂમાં - જેનો સતત સામનો કરવો પડે છે; એવી જટિલ સમસ્યાઓનાં સમાધાન પણ, આ ગ્રંથમાં જ ભર્યાં પડ્યાં છે. આ ગ્રંથના શબ્દે શબ્દે, સાંપ્રત સમાજની સઘળી સમસ્યાઓના હલ પ્રાપ્ત થાય છે. પ્રશ્નોની ઝડીઓ વચ્ચે અટવાતા જીવોનો આ ભોમિયો છે.
ˆ
'ગીતા'ના રહસ્યના જાણનારા વિદ્વાનો, 'ભાગવત'ના અભ્યાસીઓ અને એવા ઘણા તત્ત્વિચતકો એમ માને છે કે 'ગીતા' કે 'શ્રીમદû ભાગવત' જેવા ગ્રંથોનું કોઈ પણ પૃષ્ઠ ખોલો અને તમને પીડતા પ્રશ્નનું સમાધાન એ પૃષ્ઠ પરથી પ્રાપ્ત થશે. મહાત્મા ગાંધીનો આ સ્વાનુભવ હતો. તેમને 'ભગવદûગીતા'ને પાને પાને ઉકેલો જડ્યા! સ્વરાજ્ય પ્રાપ્તિમાં એમની આ આધ્યાત્મિકતાનો બહુ મોટો ફાળù હતો. તેમના પગલે આચાર્ય વિનોબા ભાવેને ગીતામાંથી ઘણાં સમાધાન પ્રાપ્ત થયાં. રવિશંકર દાદાનો અનુભવ ક્યાંક આવો જ રહ્યો. મોરારજીભાઈને ગીતામાંથી પ્રશ્નોના હલ જડ્યા. 'વચનામૃત' તો સાક્ષાતû ભગવાનનાં વચનો છે. તેમની વાણી એ જ તેમનું સ્વરૂપ 'मद्रुपमिति मद्वाणी’ સમા આ વિરલ ગ્રંથના શબ્દે શબ્દે વ્યક્તિની જ નહિ, કુટુંબ કે સમાજની જ નહિ, સમગ્ર વિશ્વની જટિલ સમસ્યાઓનાં સમાધાન શોધી શકાય, સતત પીડતા એવા કૂટ પ્રશ્નોના-કોયડાઓના પ્રતીતિકર અને પ્રમાણેસહિત એવા સંતોષકારક ઉકેલો સહેજે મળી રહે.
શરત એટલી કે સાચા સાધક બનીને તેમાં ડોકિયું કરવું પડે. કોઈ મોટી શૈક્ષણિક સંસ્થાના વિરાટ અદ્યતન પુસ્તકાલયમાં જઈને પોતાને જોઈતું પુસ્તક, સંદર્ભગ્રંથ, સામયિક કે સંશોધન-જર્નાલને શોધવાની પણ એક ચોક્કસ પદ્ધતિ હોય છે. વાચકે તેનાથી વાકેફ થવું પડે. Source કેમ શોધવો એની પણ તાલીમ અપાય છે. પોતાને સમજ ન પડે તો ગ્રંથપાલની મદદ લેવી પડે છે. આધ્યાત્મિક માર્ગના સાધકે પણ આ કળા સત્પુરુષ થકી - સદûગુરુ સંતો થકી હસ્તગત કરવી પડે.
ˆ
કેટલો ત્રસ્ત છે માનવી આજે ! દિવસ ઊગે ત્યારથી જ સમસ્યાઓ તેનો ભરડો લેવાનું શરૂ કરે છે; રાત્રે પણ તે તેનો પીછો છોડતી નથી. એની ઊંઘ પણ હરામ કરી નાખે છે. જાત જાતના પ્રશ્નો - દૈહિક, વૈયક્તિક, કૌટુંબિક, વ્યાવસાયિક, સામાજિક, રાજકીય ઇત્યાદિ. કેટલાક સ્પષ્ટપણે દેખાય-અનુભવાય એવા ચ્હૃષ્ટશ્રજ્ઞ્ણૂજ્ઞ્દ્દ; તો કેટલાક ગર્ભિત (Implicit). ઉપરથી હસતું મોં રાખીને ફરતી વ્યક્તિના આંતરિક અજંપાનો પાર નથી હોતો. પ્રમાણમાં સામાન્ય લાગતી એવી બાબતો, વ્યક્તિને અંદરથી ઊધઈની જેમ કોરી ખાતી હોય છે. બહારથી દેખાતો નાનો પ્રશ્ન એ તો હિમશિલા (Iceberg)ની માત્ર ટોચ જ હોય છે; - સમસ્યાની મસમોટી શિલા તો અંદર પડેલી હોય છે!
વળીપ્રશ્નો-વિટંબણાઓ કોને નથી હોતાં ? ભગવાનમાં અહોનિશ રમમાણ સત્પુરુષને છોડીને, પૃથ્વીના પટ પર છે કોઈ પણ એવી વ્યક્તિ જેને સમસ્યાઓનો સામનો કરવો ન પડતો હોય ? વર્તમાન સમયમાં પૈસો-ભૌતિક સમૃદ્ધિ, એ સુખનો પર્યાય મનાયાં છે પણ કહેવાયું છે કે, 'પૈસો મકાનની ખાતરી આપે, ઘરની નહિ; પૈસો વૈભવની ખાતરી આપે, આનંદની નહિ; પૈસો બેડરૂમની ખાતરી આપે, ઊંઘની નહિ.'
આવક અને આનંદ વચ્ચે બહુધા વ્યસ્તપ્રમાણ હોય છે.
'ઍરિક ફ્રોમ'ના પુસ્તક 'To be or to have'માં being અને having અંગેની દૃષ્ટિનો ભેદ સમજાવ્યો છે. એકલું having પૂરતું નથી; વ્યક્તિએ એક સારા, સાચાબોલા, સંનિષ્ઠ, સદાચારી માણસ બનવું પડશે. સર્વત્ર 'I have money', 'I have knowledge', 'I have power'ની બોલબાલા છે. એમ તો, પૂ. પ્રમુખસ્વામી મહારાજ પણ havingની એક અતિ ઉચ્ચતમ ભૂમિકામાં રાચે છે, તેઓ કહે છે, 'I have God.'
વિચિત્રતા તો એ છે કે, માણસ જેને સામાન્ય રીતે સુખ માને છે એવી ઉપલબ્ધિઓ હોવા છતાંય, તેને પોતાની જાત સિવાય બીજા બધા સુખી લાગે છે ! તે અસંતોષી અને અધીરો બન્યો છે. હંમેશાં, અન્ય સાથેની એષણાપ્રાપ્તિની સ્પર્ધામાં, તે પોતાની જાતને મૂકતો જ રહે છે.
ˆ
સમસ્યાના આ જંગલમાં ફસાયેલ વ્યક્તિઓને સાચું દિશાસૂચન, સમજણ, સદû-અસદûનો વિવેક; તે દ્વારા સાચા સંતની ઓળખ અને ફલશ્રુતિરૂપે અક્ષરધામનું અભયવચન - આ સઘળું 'વચનામૃત'ના પાને પાનેથી, તેના શબ્દે-શબ્દમાંથી મળી રહે છે.
આ લેખમાળëમાં, વ્યક્તિને પીડતા પ્રશ્નો, એક પછી એક લઈ, તદ્‌ અનુરૂપ નોંધ કે નિરૂપણ, વાત કે વર્ણન જેમાં મળી રહે એવું વચનામૃત લઈ; તેમાંથી ભગવાન સ્વામિનારાયણે સૂચવેલાં સમાધાનોનું અન્વેષણ કરવાનો, એક અદનો પ્રયાસ કરીશું.
શ્રીહરિના આ અમૃતોદધિમાં આવો; એક સાધક બનીને ડૂબકી મારીએ. કદાચ, આપણને જ સતાવતી કોઈક સમસ્યાનો ઉકેલ સહેજે મળી જાય !
ˆ
(૧) કૌટુંબિક કલેશ-કજિયાથી માંડી, સમાજમાં સંઘર્ષ, કોમ-કોમ વચ્ચેના ઝઘડા, પક્ષ-પક્ષ વચ્ચેના ટકરાવ, રાજ્ય-રાજ્ય વચ્ચેના સંઘર્ષ અને છેક દેશ-દેશ વચ્ચેનાં યુદ્ધો સુધીની પરિસ્થિતિના નિર્માણના મૂળમાં હોય છે - વ્યક્તિઓના સ્વભાવોનો સંઘર્ષ. માણસનો પોતાના સ્વભાવ પર કોઈ જ કાબૂ નથી. વિચિત્રતા તો એ છે કે તે પોતાની સાવ નજીકના હોય, તેમની સાથે વધુ ખરાબ વર્તન કરે છે - સગાંવહાલાં સાથે, મિત્રો સાથે, સત્સંગીબંધુઓ સાથે તેને વાત વાતમાં વાંકું પડી જાય છે. તાજેતરમાં જ રમાઈ ગયેલી ક્રિકેટની મેચમાં, પાકિસ્તાનના એક બેટધરે, ભારતના બોલરના બોલે છગ્ગો ફટકારી; છગ્ગાની દિશામાં આંખનો હિલોળો કરી, પેલા બોલર સામે એક ચાળો કર્યો; બોલરે પણ એનો પ્રતિભાવ આપવાની કોશિશ કરી; અમ્પાયરે બાજી સંભાળી લીધી; ભડકો થતાં રહી ગયો. એક શિસ્તબદ્ધ રમતમાં પણ સ્વભાવ ઝળક્યા!
ઘણી વખત માણસ પોતે ઊભાં કરેલાં કારણોસર મૂંઝાય ત્યારે ગમે ત્યાં આખડી પડે - જાણે ઝઘડો ગોતવા જ ખાસ નીકળ્યો ન હોય !
સારંગપુરના ૧૮મા વચનામૃતમાં મહારાજે આવા સ્વભાવનું સચોટ વર્ણન કર્યું છે; 'મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે, કાં તો રૂવે અને કાં તો કોઈક સાથે વઢે (ઝઘડે) ને કાં તો ઉપવાસ કરે, એ ચારે પ્રકારે મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે, અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લે મરે પણ ખરો...'
વસ્તુતઃ આમ જ બનતું જોવા મળે છે. ઘણી વ્યક્તિઓ અકારણ રડ્યા કરે; અકારણ કોઈકની સાથે ઝઘડી પડે. અકારણ, ભોજનની પીરસેલી થાળી પરથી એકદમ ઊભો થઈ જાય.
ઓગણીસમી-વીસમી સદીના કેટલાંક પ્રખર બુદ્ધિમાન સ્ત્રી-પુરુષોએ તેમના સ્વભાવના કારણે મૂંઝાઈને આત્મહત્યા કર્યાના કિસ્સા નોંધાયા છે. નોબેલ ઈનામ વિજેતા, સાહિત્યકાર એવા સ્ટેફન ઝ્વેગે આત્મહત્યા કરેલી ! તેને, યુદ્ધના ઉન્માદમાં મશગૂલ દુનિયા જીવવા જેવી ન લાગી. માનવજાત પર તેને ખોટું લાગી ગયું !
અર્નેસ્ટ હેમિંગ્વેને પોતાની સર્જનશક્તિમાંથી વિશ્વાસ ઊઠી ગયો અને તેની માનસિક સમતુલા ચાલી ગઈ અને આખરે આપઘાત કર્યો. બ્રિટનની જાજરમાન લેખિકા વર્જિનિયા વુલ્ફે પણ આત્મહત્યા જ કરેલી ! તેને પોતાની એકલતાએ એટલી તો સતાવી કે અંતે મોતને ભેટી ! જર્મન તત્ત્વચિંતક, મહાજ્ઞાની એવા નિત્સે આમ જ મર્યા. પોતે 'ષ્જ્ઞ્શ્રશ્ર દ્દં ષ્ટંરૂફૂશ્વ' લખ્યું પરંતુ 'ષ્જ્ઞ્શ્રશ્ર દ્દં શ્રજ્ઞ્રુફૂ'માં હારી ગયા! ઉપરોક્ત વચનામૃત અનુસાર, મહારાજની દૃષ્ટિએ આ બધા મહાજ્ઞાનીઓએ 'મૂર્ખાઈ' કરી કહેવાય.
મહારાજ, આનો સરળ ઉપાય પણ બતાવે છે કે,
'પોતામાં કોઈ સ્વભાવ હોય તે તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. માટે સમજુ હોય તે જ સુખી થાય છે.'
પ્રખર વિદ્વાનને પણ સાચી સમજણ તો ભગવાનના ધારક સંતના સમાગમથી જ આવે. તેમના સમાગમમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, ગમે તેવા લૌકિક દુઃખનો, વિપરીત દેશ-કાળનો ધક્કો ન લાગે; જીવનની વસમી વિટંબણાઓને પણ તે જીરવી જાણે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS