-
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૧
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 May 2013
મુંડક એટલે મસ્તક. સર્વવિદ્યાઓમાં મસ્તક સમાન એટલે કે શિરમોડ એવી બ્રહ્મવિદ્યાનો અહીં સચોટ અને સવિસ્તર ઉપદેશ થયો છે તેથી આ ઉપનિષદને મુંડક ઉપનિષદ કહેવામાં આવે છે.
-
અધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૩
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
22 Apr 2013
મનુષ્ય સમયે સમયે ધ્યાન કરવા પ્રેરાય છે. તો તે ધ્યાનનું સાચું સ્વરૂપ, ધ્યેય વસ્તુની સ્પષ્ટતા તથા સાચા ધ્યાનને સિદ્ધ કરવાના સચોટ ઉપાયો વગેરે અંગે તેને માર્ગદર્શન મેળવવું છે. તેથી તેણે પૂછ્યું - ‘स यो ह वैतद् भगवन्! मनुष्येषु प्रायणान्तम् ॐकारम् अभ्यध्यायीत कतमं वाव स तेन लोकं जयतीति’(પ્રશ્ન ઉપનિષદ-૫/૧) હે ગુરુદેવ! જો કોઈ મનુષ્ય ૐકારનું આલંબન લઈ ધ્યાન કરે તો તેને કેવા લોકની પ્રાપ્તિ થાય? કેવું ફળ મળે?
-
અધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૨
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Apr 2013
શ્વાસોચ્છ્વાસ રૂપી આહુતિઓ દ્વારા પંચ પ્રાણની બધી જ પ્રક્રિયાઓ નિદ્રા વખતે પણ જાગતી-ગાજતી ધમધમતી રહે છે. આથી જીવનતંત્ર સુનિયંત્રિત બને છે. પિપ્પલાદજીના શબ્દોમાં પરોક્ષપણે પ્રાણાયામનો મહિમા છતો થતો હતો.
-
અધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૧
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
25 Mar 2013
પ્રશ્ન ઉપનિષદ અથર્વવેદમાં સમાયેલું છે. આથર્વણિક બ્રાહ્મણ ગ્રંથોની પિપ્પલાદ નામની શાખામાં આ ઉપનિષદનો પાઠ થાય છે. છ શિષ્યો દ્વારા પુછાયેલા છ વિશિષ્ટ પ્રશ્નો અને તેવા જ તેના વિશિષ્ટ ઉત્તરોના સંકલન રૂપે આ ઉપનિષદ રજૂ થયું છે. આથી આ ઉપનિષદને 'પ્રશ્ન ઉપનિષદ' એવા નામે ઓળખવામાં આવે છે.
-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૭
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Mar 2013
પરબ્રહ્મને જાણવા હોય કે તેમની કૃપાના પાત્ર થવું હોય, આત્માને જાણવો હોય કે બ્રહ્મરૂપ થવું હોય, પ્રત્યક્ષ ગુરુવર્યના ચરણે મસ્તક ઝુકાવ્યા વગર છૂટકો નથી. એ વાત સમજાવતાં યમ કહે છે, 'उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोघत। क्षुरस्य घारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥' (કઠ ઉપનિષદ - ૩/૧૪) 'वरान्' શબ્દથી અહીં યમે તત્ત્વદર્શી ગુરુઓનો બોધ કરાવ્યો છે.
-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૬
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
26 Feb 2013
કઠોપનિષદમાં નિરૂપાયેલ આ અક્ષરબ્રહ્મ તત્ત્વનો મહિમા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે સૌપ્રથમ ભગવાન શ્રીસ્વામિનારાયણ જ યથાર્થ રીતે પ્રકાશમાં લઈ આવ્યા છે. તેમણે વચનામૃતમાં કહ્યું, 'એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે.' (વચનામૃત ગઢડા મધ્ય - ૩)
-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૫
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Feb 2013
મૃત્યુ પછીના વિવાદોમાં એક ચર્ચા ચાલે છે - કોઈ દિવ્ય અલૌકિક સ્થાનના અસ્તિત્વની. કોઈ મુક્તાત્મા આ દેહ છોડે પછી ગમે ત્યાં ફર્યા કરે કે પછી કોઈ નિશ્ચિત સ્થળે જાય? આ દુનિયામાં એવું કોઈ સ્થાન અસ્તિત્વમાં છે કે જ્યાં જઈ એ કાયમ નિવાસ કરી રહી શકે?
-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૪
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
23 Jan 2013
મૃત્યુ થયા પછીની બાબતોના વિવાદોમાં એક વિવાદ એ પણ છે કે દેહ પડી ગયા પછી આ આત્માનો કોઈ નિયામક છે કે નહીં? મૃત્યુ થયા પછી એ આત્માની ગતિવિધિઓનો દોર કોઈ સંભાળે છે કે નહીં? શું આ દેહ અને જન્મમરણના બંધનોમાંથી મુક્ત થયેલા આત્માથી પર કોઈ તત્ત્વ રહે છે?
-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૩
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Jan 2013
દેહધારીનું મૃત્યુ થતાં લોકોમાં કેટલાય વિવાદો સર્જાય છે. જેમાંથી એક વિવાદ છે આત્માના પૃથક્ અસ્તિત્વનો. મરી ગયા પછી પણ આત્માની હયાતી છે કે નહીં? કેટલાક કહે છે નથી. જેમ કે, દીવો ઓલવાઈ જાય એટલે જ્યોત ન રહે તેમ આ દેહ જ આત્મા છે. સુખ-દુઃખ વગેરે સંવેદનાઓ તો શરીર સાથે જ જોડાયેલી છે. આથી શરીરથી જુદો આત્મા માનવાની જરૂર નથી.
|