-
બીજા ભાગ્યે જ વિચારી શકે તેવી આગવી વિચાર પ્રક્રિયા...
લેખક: સાધુ શ્રીજીકીર્તનદાસ
Published On:
22 Dec 2009
સમય, સ્થાન અને સંજોગોનું બંધન માણસને આંતરે છે ત્યારે તે મર્યાદાની વાડમાં પુરાય છે. અને તેથી તે આ મર્યાદાઓથી ઉપર ઊઠી કાંઈ વિચારી શકતો નથી.
-
ઉપલબ્ધ સાધનોનો યથાર્થ ઉપયોગ કરવાની નેમ...
લેખક: સાધુ આત્મચિંતનદાસ
Published On:
8 Dec 2009
માનવ સંસાધનો અને ભૌતિક સાધનો — એ બે મુખ્ય પરિબળો છે કોઈ પણ સંસ્થાના સફળ સંચાલન અને વિકાસ માટે. આ સાધનોના અભાવની ફરિયાદ એ સામાન્ય માણસની નબળાઈ છે,
-
વ્યક્તિગત જીવનમાં સુવિધાઓની અપેક્ષા વિનાનું સાદગીભર્યું જીવન...
લેખક: સાધુ વણીરાજદાસ
Published On:
22 Nov 2009
સને ૧૯૩૯નું વર્ષ હતું. ૭૫ વર્ષીય શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં પધરામણીઓ કરી બબુભાઈ કોઠારીની મેડીએ આવ્યા. આ જ એમનો કાયમી ઉતારો હતો.
-
દરેક ક્રિયા અને જીવનમાં પારદર્શકતા અને નિર્દંભતા...
લેખક: સાધુ વિવેકશીલદાસ
Published On:
8 Nov 2009
એક સંસ્થાના સંસ્થાપક, પોતાના અનુગામીઓ માટે ક્યારે શ્રેષ્ઠ આદર્શો સ્થાપી શકે? જ્યારે એના સમગ્ર જીવનમાં નરી પારદર્શકતા હોય ત્યારે, અનુગામીઓનો તેમના પ્રત્યેનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનો ગુણાકાર થવા લાગે છે.
-
અકલ્પ્ય ઊંચા આદર્શો કેળવીને સૌ માટે ઉચ્ચ ધોરણની સ્થાપના...
લેખક: સાધુ બ્રહ્મમનનદાસ
Published On:
22 Sep 2009
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા એટલે ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમો અને વૈદિક સિદ્ધાંતોને વરેલી સંસ્થા. શાસ્ત્રીજી મહારાજે પોતાના અંગત જીવન દ્વારા એવા ઉચ્ચ આદર્શો સ્થાપ્યા કે સંસ્થાના સિદ્ધાંતો અને તેના નિયમોનું એક ઉચ્ચ ધોરણ, એક આણ બની જાય ! દાખલા તરીકે, સંસ્થાના સંતો - ત્યાગી સભ્યો માટે ધન અને સ્ત્રીના ત્યાગના ઉચ્ચ આદર્શો !
-
વિવિધ ક્ષમતાના લોકોનો સંસ્થાના હિતમાં વિનિયોગ કરવાનું કૌશલ્ય...
લેખક: સાધુ ભક્તિયોગીદાસ
Published On:
22 Sep 2009
એક સફળ અને વિરલ સંસ્થાના સફળ અને વિરલ સંસ્થાપક તરીકેની કાર્યદક્ષતાનો સનાતન સિદ્ધાંત, ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના ૬૬મા શ્લોકમાં ઝળકે છે
-
વિકાસ સાથે સિદ્ધાંતોનો અમલ કરવાનું અજબ સંમિશ્રણ...
લેખક: સાધુ મંગલચરિતદાસ
Published On:
8 Sep 2009
કોઈ પણ વ્યક્તિ સિદ્ધાંતને વરે છે ત્યારે તેના વ્યાપને એક સીમા બંધાય છે. કોઈ પણ સંસ્થા એક નિશ્ચિત સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જન્મે છે ત્યારે તેનું વર્તુળ મર્યાદિત રહે છે.
-
સંસ્થાના નિર્માણ માટે સ્થળની પસંદગીની આગવી સૂઝ...
લેખક: સાધુ દિવ્યમંગલદાસ
Published On:
22 Aug 2009
'હું તો અક્ષરપુરુષોત્તમનો બળદિયો છું' એ મંત્ર સાથે સત્સંગક્ષેત્રને ખેડતા શાસ્ત્રીજી મહારાજને મન અક્ષર ને પુરુષોત્તમ સર્વસ્વ હતા. પોતાના માલિકનો સિદ્ધાંત એ જ બળદનો સિદ્ધાંત. માલિકનું વચન એ જ બળદનું જીવન. માલિકનો સંકલ્પ એ જ બળદનું ધ્યેય !
-
સંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા...
લેખક: સાધુ કીર્તનપ્રિયદાસ
Published On:
10 Aug 2009
શાસ્ત્રીજી મહારાજની ભક્તો પ્રત્યે અભિમુખતામાં હરિભક્તોની રક્ષા, ચિંતા અને સતત ખેવનાનાં દર્શન થાય છે.
-
તણાવથી મુક્ત રહીને બીજાને પણ તણાવમુક્ત રાખવાનું કૌશલ્ય...
લેખક: સાધુ સેવાનિષ્ઠદાસ
Published On:
8 Aug 2009
જેને ખીચડીમાં ઝેર આપી મારી નાખવા પ્રયત્ન થતા હોય; શરીરમાં સોયો ભોંકી, મરચાંની ધૂણી કરી, જેને દુઃખ દેવામાં કંઈ બાકી રખાયું ન હોય; જેમનું કાસળ કાઢી નાખવાની યોજનાઓ ઘડાતી હોય, તેમ છતાં એ બધું જ જોયા-જાણ્યા-અનુભવ્યા પછી પણ વ્યક્તિ સ્થિર અને તણાવમુક્ત રહી શકે ખરી?
-
બલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...
લેખક: સાધુ નિર્મલચરિતદાસ
Published On:
22 Jul 2009
સમુદાયને સમર્પિત થવાનો આદેશ આપવો એ કોઈ પણ સંસ્થાના મહાન સૂત્રધારનું પ્રથમ લક્ષણ નથી. પહેલાં પોતે સમર્પિત થવું અને ઉમંગપૂર્વક ઘસાઈ છૂટવું
-
એક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...
લેખક: સાધુ જયતીર્થદાસ
Published On:
8 Jul 2009
એક વિરાટ સંસ્થાના નિર્માતાએ ક્યારેક અનેક રૂપ ધારણ કરવાં પડે છે. એકલપંડે અનેક ભૂમિકાઓ નિભાવવાનું સામર્થ્ય કેળવવું તે અલગ વાત છે, અને તે જન્મજાત સિદ્ધ હોવું તે કંઈક વિશેષ બાબત છે.
-
આગવી અને ત્વરિત નિર્ણય શક્તિ...
લેખક: સાધુ વેદાંતપ્રિયદાસ
Published On:
22 Jun 2009
સામાન્ય સંજોગોમાં નિર્ણયો લેવા અને વિકટ સંજોગોમાં સ્થિરમતિથી ત્વરિત નિર્ણયો લેવા - તેમાં આસમાન-જમીનનું અંતર છે. શાસ્ત્રીજી મહારાજના જીવન-કાર્યમાં કોઈ પણ સ્થિતિમાં સ્થિરમતિ અને આગવી નિર્ણયશક્તિનું સતત દર્શન થાય છે.
-
પોતાના કાર્ય અને સિદ્ધાંતમાં અન્ય લોકોનો વિશ્વાસ જીતવો...
લેખક: સાધુ મંગલવર્ધનદાસ
Published On:
8 Jun 2009
કોઈ એક સિદ્ધાંતમાં પોતાને વિશ્વાસ હોવો અને બીજામાં તે વિશ્વાસ જન્માવવો તે અલગ બાબત છે.
-
ઉચ્ચ ખ્યાલોનું 'વિઝન' હોવું અને બીજાને તે સમજાવવું...
લેખક: સાધુ અમૃતસ્વરૂપદાસ
Published On:
22 May 2009
'વિઝન' એ એક દૃષ્ટિ છે,
ભવિષ્ય દૃષ્ટિ!
'વિઝન' એ સ્વપ્ન નથી,
પણ ભવિષ્યની વાસ્તવિકતા છે, જેનું હજુ સર્જન થયું નથી.
-
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 May 2009
પોતાની નિર્ણયપ્રક્રિયામાં, આવા વિરલ પુરુષો ઠેકઠેકાણે જે અદમ્ય હિંમત દાખવે છે તેનો જોટો જડવો મુશ્કેલ છે — ધ્યેય પ્રાપ્તિ માટે દાખવેલી હિંમત, સત્યનો પક્ષ રાખવા દાખવેલી હિંમત.
-
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૨)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Apr 2009
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું દિવ્ય વ્યક્તિત્વ અનંત કલ્યાણકારી ગુણોથી તો છલકાતું હતું જ, પરંતુ એમનામાં દૃષ્ટાંતરૂપ અન્ય એવાં લક્ષણો પણ હતાં, જે તેમને ગૌરવવંતા પ્રતિષ્ઠાનના નિર્માતા તરીકે મૂલવવામાં, વિશ્વસ્તરે મેનેજમેન્ટ ક્ષેત્રના તજજ્ઞો અને પારંગતોને મદદરૂપ થાય.
-
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)
લેખક: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Apr 2009
કોઈ પણ ક્ષેત્રે પ્રભાવશાળી અને સફળ નેતૃત્વ શાનાથી શોભે છે?
-
માનસિક તાણની અસરોથી બચવા, આવો જરા હળવો યોગ શીખી લઈએ.
લેખક: યોગાચાર્ય બી.એસ. યાદવ (હરદ્વાર)
Published On:
22 Mar 2009
આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન 'એન્ટિડિપ્રેશન' અથવા 'મુડએલિવેટર્સ' ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક આડઅસરો છે. માનસિક તાણના સંજોગોમાં આડઅસર વિનાનો અદ્ભુત ઇલાજ ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રમાંથી જ પ્રગટેલા યોગ-વિજ્ઞાનમાં છે.
-
માનસિક તાણ તન-મનથી અપંગ કરી નાંખે તે પહેલાં સાવધાન ! આધુનિક તબીબી વિજ્ઞાન માનસિક તાણ વિશે શું કહે છે
લેખક: ડૉ. વ્રજલાલ પટેલ
Published On:
8 Mar 2009
વર્ષો સુધી જગતના આરોગ્ય વિજ્ઞાનમાં મનના પ્રશ્નોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. પરંતુ આજના વિશ્વમાં, શરીરના રોગો કરતાંય મનના રોગો વધુ ધ્યાનાકર્ષક બન્યા છે.
-
માનસિક તાણ : ઈલાજ ક્યાં છે ? બહાર કે આપણી અંદર ?
લેખક: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Feb 2009
યોગીજી મહારાજના ખૂબ પરિચયમાં આવનાર, તેમના માટે પરમ સ્નેહ ધરાવનાર, તેમને ઓળખનાર, જાણનાર, સમજનાર પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજ યોગીજી મહારાજ માટે ખૂબ મહિમાપૂર્વક કહેતા, 'યોગીજી મહારાજ ફક્ત યોગી નથી પણ યોગીરાજ છે, યોગીઓના યોગી છે.'
-
માનસિક તાણ અને આપણો સાચો અભિગમ
લેખક: પૂજ્ય સાધુ ભક્તિપ્રિયદાસ (કોઠારી સ્વામી)
Published On:
8 Feb 2009
આખા જગતના આધુનિક મનો-વિશ્લેષકો માનસિક તાણ ઘટાડવા માટે સતત સલાહ આપે છેઃ 'તમે નકારાત્મક વિચારોને બદલે સકારાત્મક વિચારો રાખો. જીવનમાં બનતી સારી-નરસી બાબતો પ્રત્યે સવળો અભિગમ કેળવો.'
પરંતુ સવળો અભિગમ એટલે શું?
-
માનસિક તાણ : સુખ-દુઃખના હેલા, મહાપુરષોનું જીવન અને આપણું મન
લેખક: પૂજ્ય સાધુ સ્વયંપ્રકાશદાસ(ડૉક્ટર સ્વામી)
Published On:
22 Jan 2009
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કહેતાઃ 'આ લોકનો વ્યવહાર ઊંટના બેસણા જેવો છે.'
સાચી વાત છે.
-
ભગવાન નિરંતર આપણી રક્ષામાં છે...
લેખક: યોગીજી મહારાજ
Published On:
8 Jan 2009
ભગવાન કહે છે કે મારી દૃષ્ટિએ બ્રહ્માંડ હલાવુð_ છું અને ખેંચી લઉં છું, મારી શક્તિએ તમને સાજા નરવા રાખું છું. ભગવાન ભક્તની રક્ષા કરવા બેઠા છે. ચકલી સારું બ્રહ્માંડ બુડાડે. સહાય કરી બચાવે. ભગવાન પોતે સર્વ શક્તિમાન છે તે આખા દેશને સમજાવી દીધું. ભગવાન ભક્તની રક્ષામાં છે. નહિ તો આપણે ક્યાંય ઊભા ન રહીએ.
|