-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૨
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
22 Dec 2012
યમે કહ્યું, ‘देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष घर्मः। अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम्॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૧) 'નચિકેતા! બીજું કાંઈક માગી લે. તું જે જાણવા ઇચ્છે છે તે વાત ઘણી સૂક્ષમ છે. આ વિષયને સમજવા તો દેવતાઓ પણ ઘણી મથામણ કરી ચૂક્યા છે. તો તું તો હજુ બાળક છે. એટલે સમજવું સહેલું નથી. તેથી આ સિવાય બીજું કાંઈ માગી લે.
-
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૧
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Dec 2012
'Life after death' મૃત્યુ પછીના જીવનનો વિચાર કર્યો છે? જે એ વિચારશે તે જીવનને વિચારી શકશે. અહીં એ વાત સાકાર થઈ છે. એક અલ્પ વયસ્ક બાળકને એ વિચાર ઝ બક્યો છે ને તલસાટ જાગ્યો છે એ મર્મને પામવાનો. પછી તો એ બાળ, મૃત્યુના જ દ્વારે પહોંચ્યો. મૃત્યુ પછીના રહસ્યને ઉઘાડવા મથ્યો રહ્યો. નવાઈ તો એ વાતની છે કે મૃત્યુ સ્વયંને અહીં મૃત્યુ પછીના જીવનનો ઉઘાડ આપવાની ફરજ પડી છે. છેવટે એ રહસ્ય ઊઘડ્યું ત્યારે જ શમ્યો એ બાળબટુનો તલસાટ! આ ઉપનિષદનું કથાનક જે વાંચે છે તે વિચારવા લાગે છે.
-
શક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૩
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
22 Nov 2012
‘अमृता भवन्ति’ (કેન ઉપનિષદ - ૧/૨, ૨/૫) અમૃતત્વ એટલે મુક્તિ, પરમ કલ્યાણ. પરમાત્માને સર્વકર્તા જાણે એટલે અજ્ઞાનથી, વાસનાથી, દુર્ગુણોથી કે પછી અનંત દુઃખોથી મુક્તિ પામી ચૂક્યો. પછી ગમે તેટલી પ્રવૃત્તિ કરે છતાં ભાર ન લાગે. થાક ન લાગે. કંટાળો ન આવે. કાર્યક્ષમતા પ્રફુલ્લિત જ રહે, વધુ ને વધુ વિકસતી જાય. સન્માન કે અપમાન તેને વિચલિત ન કરી શકે. સદાય સ્થિતપ્રજ્ઞતા ધરી રહે. કહોને કે પરમ કલ્યાણ જ હાથ આવી ગયું એટલે એના અંતરમાં સુખ, શાંતિ અને પરમાનંદના ઓઘ વળે.
-
શક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૨
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Nov 2012
प्रतिबोघविदितं मतम्’ 'પ્રતિબોધ દ્વારા આ વાત સમજાય છે.'(કેન ઉપનિષદ - ૨/૪) પરમાત્માના સ્વરૂપને, તેમના ગુણોને સમજવા ગુરુ પાસેથી ગ્રહણ કરવામાં આવતા ઉપદેશને પ્રતિબોધ કહેવામાં આવે છે. प्रतिबुद्ध्यते ज्ञायते गुरोः सकाशात् परमात्मस्वरूपगुणाद्यनेनेति प्रतिबोघो ह्युपदेशः।
-
શક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૧
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
22 Oct 2012
'કેન ઉપનિષદ' સામવેદમાં સમાયેલું છે. સામવેદમાં ચાર અધ્યાયવાળું 'તવલકાર' નામનું બ્રાહ્મણ (પ્રકરણ) આવેલું છે. એ 'તવલકાર' બ્રાહ્મણના ચોથા અધ્યાયમાં આવેલ દશમો અનુવાક્ અર્થાત્ તેનું પેટા પ્રકરણ એ જ આ કેન ઉપનિષદ! આ ઉપનિષદનો આરંભ ‘केन?’ 'કોના વડે?' એવા પ્રશ્નાર્થ વડે થયો હોવાથી તેને કેન ઉપનિષદ કહેવામાં આવે છે. ગુરુ-શિષ્યના સંવાદરૂપ આ ઉપનિષદ ચાર ખંડોમાં વહેંચાયેલું છે. ચારેય ખંડોના કુલ મંત્રોની સંખ્યા ૩૫ છે.
-
ઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૩
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Oct 2012
'र्इशा वास्यम् इदं सर्वम्’ કે પછી 'कुर्वन्नेवेह कर्माणि' જેવા સનાતન સિદ્ધાંતો સાંભળી મુમુક્ષુ તે પામવા તત્પર થઈ ઊઠ્યો. આ ધ્યેયોને સરળતાથી પાર પાડવા તેને સાચો અને શ્રેષ્ઠ ઉપાય સૂઝયો : પ્રાર્થના ! પ્રાર્થના એટલે વિનમ્ર શરણાગતનો આર્તનાદ.
-
ઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૨
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
22 Sep 2012
ઈશાવાસ્યમાં ઉપદેશાયેલી આ ઉદાત્ત ભાવના અક્ષરબ્રહ્મ સ્વરૂપ સત્પુરુષોનાં જીવન દ્વારા સહેલાઈથી સમજી શકાય છે, કારણ આ સત્પુરુષોનાં જીવન જ અગમ્ય શાસ્ત્રશબ્દોનાં જીવંત ભાષ્યો છે.
-
ઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૧
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Sep 2012
ઉપનિષદો આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર સમા છે. ગતાંકમાં ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય પ્રદાન સમા પ્રસ્થાનત્રયીનો પરિચય મેળવ્યા બાદ હવે એક પછી એક ઉપનિષદના ગહન જ્ઞાન અને મર્મને વિદ્વત્તાસભર કલમે સરળ અને રસાળ શૈલીમાં માણીશું. આ અંકમાં ઉપનિષદના સાગરનું પ્રથમ આચમન છે : ઇશાવાસ્ય ઉપનિષદનું આચમન...
-
પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૪
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
22 Aug 2012
બ્રહ્મ અને પરબ્રહ્મને નિરૂપતાં સૂત્રો એટલે બ્રહ્મસૂત્ર. અર્થાત્ આ ગ્રંથમાં ઉપનિષદ તથા ગીતા જેવાં શાસ્ત્રોમાં ઉપદેશાયેલી અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને નિરૂપતી બ્રહ્મવિદ્યાનું જ સયુક્તિક પ્રતિપાદન અને પ્રસાધન થતું હોઈ તેને 'બ્રહ્મસૂત્ર' કહેવામાં આવે છે.
-
પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૩
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
8 Aug 2012
'બ્રહ્મસૂત્ર' એ પ્રસ્થાનત્રયીનું તૃતીય પ્રસ્થાન છે. પરાશરના પુત્ર શ્રીમાન્ બાદરાયણ વ્યાસ આ ગ્રંથના પ્રણેતા છે. ઉપનિષદની શ્રુતિઓ અને સ્મૃતિ ગ્રંથોના આધારે લખાયેલો આ ગ્રંથ છે.
-
પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૨
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
21 Jul 2012
ભગવદ્ ગીતા પ્રસ્થાનત્રયીમાં બીજું અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતવર્ષથી માંડીને દુનિયાભરના ફિલસૂફોએ આ અધ્યાત્મશાસ્ત્રને જીવનદૃષ્ટિ પામવાનું ઉત્તમ સાધન બનાવ્યું છે. તેનું ચિંતવન કરતાં તેને સમર્પિત થઈ ચૂક્યા છે. અને અત્યંત અહોભાવથી તેની સરાહના કરતા થાક્યા નથી.
-
પ્રસ્થાનત્રયી - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૧
લેખક: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph. D., D.Litt.
Published On:
9 Jul 2012
ભારતીય તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાના મહાસાગરનું મંથન કરીને તેમાંથી તારવેલું નવનીત એટલે પ્રસ્થાનત્રયી.
પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રોનો સમન્વય.
-
કરુણાસાગર પ્રમુખસ્વામી મહારાજ
લેખક: સાધુ પ્રભુચરણદાસ
Published On:
25 Jun 2012
વિવેકસાગર સ્વામીએ કહ્યું, 'બાપા! બધા ખૂબ સારું ભણે, શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલા અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની સારી રીતે પુષ્ટિ કરે એવા વિદ્વાન થાય તેવા શુભ આશીર્વાદ આપો.' સ્વામીશ્રીએ દરેકને અંતરના આશીર્વાદથી લાભાન્વિત કર્યા.
-
ભક્તિના સાગર સ્વામીશ્રી
લેખક: પૂજ્ય સાધુ ભક્તિસાગરદાસ
Published On:
9 Jun 2012
પરમ પૂજ્ય સ્વામીશ્રી સિડની(ઑસ્ટ્રેલિયા) પધાર્યા હતા. સંજયભાઈ મહેતાના આવાસમાં તેઓ વિરાજતા હતા. મુમુક્ષુ બ્રહ્મભટ્ટ (વડોદરાનો) નામનો કિશોર સ્વામીશ્રી પાસે આવીને બેઠો. સંતોએ પરિચય આપ્યો, 'સ્વામી, આ મુમુક્ષુ...'
-
સૌના વિરલ સુહૃદ સ્વામીશ્રી
લેખક: સાધુ પરમાનંદદાસ
Published On:
24 May 2012
સદા ઇષ્ટદેવ શ્રીહરિમાં નિમગ્ન એવા સ્વામીશ્રીનું દિવ્ય અને ભવ્ય વ્યક્તિત્વ અનેક સદ્ગુણોથી અલંકૃત છે. તેમાંનો એક ગુણ સૌ કોઈને ઊડીને આંખે વળગે એવો છે - તેઓનો સૌ પ્રત્યેનો નિઃસ્વાર્થ, નિર્મળ અને નિઃસીમ પ્રેમ.
-
પરાભક્તિમાં શિરોમણિ પ્રમુખસ્વામી મહારાજ
લેખક: સાધુ શ્રુતિપ્રકાશદાસ
Published On:
10 May 2012
ભગવાન સ્વામિનારાયણ કહે છે, 'ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી.' (વચ. જે. પ)
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આ વચનો મૂર્તિમાન અનુભવાય છે. ખૂબ વિશાળ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હોવા છતાં તેમને મન અગ્રિમતા ભગવાનની જ છે, ભગવાનની ભક્તિની જ છે, ગુરુની જ છે.
-
દિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ
લેખક: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Apr 2012
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતું હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.
-
દેહાતીત પ્રમુખસ્વામી મહારાજ
લેખક: સાધુ યજ્ઞવલ્લભદાસ
Published On:
9 Apr 2012
ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે ત્રણ પ્રકારનાં પક્ષી છેઃ એક શરીરની હૂંફથી ઈંડું સેવે, બીજુ દૃષ્ટિ દ્વારા સેવે અને ત્રીજુ _ પક્ષી દૂર હોવા છતાં વૃત્તિ દ્વારા ઈંડું સેવે છે.
પ્રમુખસ્વામી મહારાજ પણ આવા જ સમર્થ સંત છે. તેઓ આશ્રિત મુમુક્ષુઓનું વૃત્તિ દ્વારા જતન કરે છે, માર્ગદર્શન આપે છે, આધ્યાત્મિક માર્ગે આગળ લે છે.
-
સૌમાં યોગી નીરખતા સ્વામીશ્રી
લેખક: સાધુ યોગીસ્વરૂપદાસ
Published On:
22 Mar 2012
૧૯૭૨ના ડિસેમ્બરમાં સ્વામીશ્રી સાથે સ્પેશિયલ ટ્રેનમાં અમે યાત્રાએ નીકળ્યા હતા. આ દરમ્યાન એક દિવસ દિલ્હી રેલવેસ્ટેશન પર પ્લૅટફોર્મ ઉપર જ સ્વામીશ્રી સભા કરીને બિરાજમાન થયા હતા. તે સમયે મારી તુલસીની માળા પ્રસાદીની થાય તે હેતુથી મેં તેઓને આપી. સ્વામીશ્રીએ તે ફેરવી અને લગભગ અડધા કલાકે સભા પૂરી થઈ ત્યારે હું માળા લેવા તેઓની પાસે પહોંચ્યો. તો મારા હાથમાં માળા મૂકતાં કહેઃ 'રોજ એક માળા કરો છો ને?'
-
યુવાહૃદયના મરમી સ્વામીશ્રી
લેખક: સાધુ યજ્ઞપ્રિયદાસ
Published On:
14 Mar 2012
વલ્લભવિદ્યાનગર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં દર વર્ષે ચાતુર્માસ દરમ્યાન લગભગ ૧૫૦થી ૨૦૦ યુવકો ધારણાં-પારણાં, લિક્વિડ, ખટરસ વગેરે પ્રકારનાં વ્રતો ૧૫ દિવસ માટે કરતા હોય છે. જે યુવકોને છાત્રાલયમાં આવતાં પહેલાં સત્સંગ ન હોય, જેમણે કદી ફરાળી એકાદશી પણ ન કરી હોય તેવા યુવકો પણ છાત્રાલયનું પવિત્ર વાતાવરણ અને સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવને કારણે, આ કઠિન વ્રતો હોંશે હોંશે કરતાં હોય છે.
-
વિનમ્રતાની વિરલ મૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ
લેખક: સાધુ નારાયણમુનિદાસ
Published On:
22 Feb 2012
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની વિનમ્રતા, સરળતા, સાધુતા, નિઃસ્વાર્થ પ્રીત તેમજ હરિભક્તો પ્રત્યેની અમાપ મહિમા-દૃષ્ટિની મારા મન પર અમીટ છાપ રહી છે. અનેક પ્રસંગોએ તે છાપ વધુ દૃઢ અને બળવત્તર બનતી રહી છે.
-
શુદ્ધ ચિત્તરૂપી સિંહાસન ઉપરે રે, મંદિરમાં પધરાવ મહારાજ...
લેખક: પૂજ્ય સાધુ ત્યાગવલ્લભદાસ
Published On:
10 Feb 2012
શ્રીજીમહારાજ ભૂગોળ-ખગોળના વચનામૃતમાં જણાવે છે કે વિરાટબ્રહ્માના એક દિવસમાં આપણાં ૮ અબજ, ૬૪ કરોડ વર્ષ વીતે, એવા તેના ૩૬૫ દિવસનું એક વર્ષ, એવાં ૧૦૦ વર્ષ બ્રહ્મા જીવે. તેનો દેહ પડે ત્યારે એક પ્રાકૃતપ્રલય થાય. એવા સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ જીવ લખચોરાશી ઘૂમીને ફરી મનુષ્યદેહ પામે છે. આવા દુર્લભ મનુષ્ય દેહને પામીને શું કરવાનું છે તે ભગવાન કહે છે.
-
તોરણ અને દીપમાળથી ઝગમગતું મંદિર...
લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
23 Jan 2012
મંદિરમાં જગતી, કક્ષાસન, ઘુમ્મટ વગેરેની સાથે સાથે તોરણોની શોભા પણ રચવામાં આવે છે. મંદિરમાં નકશીદાર કલાત્મક સ્તંભપંક્તિઓ હોય, પરંતુ તોરણ વિના તે શોભે નહીં. તેમ જીવન પણ સુખ, સંપત્તિ, સુવિધા જેવા સ્તંભોથી સભર હોય; પદ, પૈસા, પ્રતિષ્ઠાના પીલર(Pillar)થી ભરપૂર હોય પણ પંચવર્તમાનરૂપી તોરણ વિના શોભે નહીં. તેથી જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે, 'ત્યાગ શોભા સંતની.' તેમ 'નિયમ શોભા ભક્તની.' પંચવર્તમાન વડે જીવનમંદિરની શોભા નીખરી ઊઠે. તેથી કહ્યું : 'તોરણ તો વર્તમાન ધારે પાંચ...'
-
સત્સંગનો ચંદરવો અને દિવાળીનો આનંદ...
લેખક: પૂજ્ય સાધુ ઈશ્વરચરણદાસ
Published On:
9 Jan 2012
ઉનાળાનો ધોમધખતો તાપ હોય, સર્વત્ર લૂ વાતી હોય તે વખતે વડલાની ઘટાનો ચંદરવો શરીરને ઠંડક આપે છે. તેમ ત્રિવિધ તાપ જીવપ્રાણીમાત્રને દઝાડે છે, અંતર બાળે છે, તેમાં સત્સંગનો ચંદરવો જ શાંતિ આપે છે.
|