પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-3-2010, સારંગપુર
સ્વામીશ્રી રોજ યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરમાં દર્શન કરવા પધારે છે. સ્મૃતિમંદિરની પ્રદક્ષિણાનું વાતાવરણ સ્વામીશ્રીના પધારતાં જ જીવંત બની જાય છે. અહીં તાલીમ લઈ રહેલા સંતો ઉપરાંત જે કોઈ આવ્યા હોય એ સૌ અહીં બેસીને તત્પરતાથી સ્વામીશ્રીના આગમનની રાહ જોતા હોય છે. નવા નવા પ્રસંગો પ્રયોજીને સ્વામીશ્રીની પ્રેરણા મેળવવા સૌ તત્પર થઈને બેઠા હોય છે. આજે પણ સ્વામીશ્રી સ્મૃતિમંદિરે પધાર્યા. એ દરમ્યાન સંતો ‘યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો’ એ કીર્તન ગાઈ રહ્યા હતા. આ કીર્તનના તાલે ભક્તિપ્રકાશ સ્વામી તથા હરિપ્રકાશ સ્વામી નૃત્ય કરવા લાગ્યા. નાચતાં નાચતાં હરિપ્રકાશ સ્વામીએ પોતાનું ગાતરિયું નીચે પાડી દીધું અને બોલ્યા : ‘આ તો ઊતરી ગયો.’ (રંગ)
આ સાંભળતાં સ્વામીશ્રી કેફમાં કહે : ‘શેનું ઊતરે ? કયા સ્થાનમાં બેઠો છું ? કોણ પુરુષ છે ? એ તો જો. આ સ્થાનનો મહિમા છે. આ કોનું સ્થાન છે ? હવે રંગ ઊતરતો હશે ?’
સ્વામીશ્રીએ પ્રાપ્તિનો મહિમા દૃઢાવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]