Among the distinctive devotional poetry composed by the paramhansa-poets of Bhagwan Swaminarayan are the chosar bhajans - devotional hymns composed in groups of four.
Through this poetic form, they have beautifully conveyed the teachings and spiritual practices of the Swaminarayan Sampradaya.
These instructive hymns are a priceless heritage of the Sampradaya, satisfying the spiritual hunger of seekers aspiring for liberation.
These chosar bhajans forever illuminate the spiritual path for aspirants.
It is with great joy that BAPS Swaminarayan Sanstha presents Brahmarasna Bhogi, a collection of such devotional hymns composed by and sung in the devotional voices of musically accomplished BAPS swamis.
બ્રહ્મરસના ભોગી
ભગવાન સ્વામિનારાયણના સંતકવિઓનાં કાવ્યોની વિશેષતા એટલે ચોસર પદો. ચાર ચારના સમૂહમાં તેમણે રચેલાં ભક્તિપદોને સંપ્રદાયની પરંપરામાં ચોસર કહેવામાં આવે છે. આ પદપ્રકાર દ્વારા તેમણે સ્વામિનારાયણીય સાધનાનો ખૂબ જ સુંદર ઉપદેશ પીરસીને મુમુક્ષુઓની મોક્ષની ભૂખ સંતોષી છે. સંપ્રદાયના અમૂલ્ય વારસા સમાં આ ઉપદેશ પદો આધ્યાત્મિક માર્ગના દેદીપ્યમાન દીપકો છે કે જે સાધકને માટે હંમેશાં આધ્યાત્મિક માર્ગ ઉજાગર કરતા રહેશે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત અને બીએપીએસ સંસ્થાના સંગીતજ્ઞ સંતોના ભક્તિપૂર્ણ કંઠે ગવાયેલાં આવાં ભક્તિપદોનો સંપુટ - બ્રહ્મરસના ભોગી, આપ સૌને અર્પણ કરતાં સ્વામિનારાયણ અક્ષરપીઠ આનંદ અનુભવે છે.
Click on 'Track Title' to download the high res AIFF file
Download: Lyrics PDF