સ્વામિનારાયણ અક્ષરપીઠ ‘અક્ષરધામ અભિવંદનમ્’ ઓડિયો આલ્બમ પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. પ્રસ્તુત ઓડિયો આલ્બમમાં તાજેતરમાં જ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે લોકાર્પિત થયેલ અક્ષરધામ રોબિન્સવિલના ઉદ્ઘાટન પર્વ નિમિત્તે પ્રસ્તુત થયેલ નૃત્યગીતો તેમજ ટોરોન્ટોમાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા ઉત્સવે પ્રસ્તુત થયેલ નૃત્યગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે આ ગીતોના શ્રવણથી સૌને અક્ષરધામ રોબિન્સવિલ ઉદ્ઘાટન પર્વ તથા ગુરુપૂર્ણિમાની સભાની દિવ્ય સ્મૃતિ થતી રહેશે.