સ્વામિનારાયણ અક્ષરપીઠ ‘આનંદ અંતર છાઈ રહ્યો ’ ઓડિયો આલ્બમ પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. પ્રસ્તુત ઓડિયો આલ્બમમાં વર્ષ ૨૦૨૩માં લંડનમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ ઉત્સવ-પ્રસંગોએ પ્રસ્તુત થયેલાં નૃત્યગીતો તેમજ ભક્તિગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે આ ગીતોના શ્રવણથી લંડનમાં મહંતસ્વામી મહારાજે આપેલ દિવ્ય લાભની સુખદ સ્મૃતિઓ સૌને થતી રહેશે.