With the wish and blessings of guruhari Mahant Swami Maharaj, the Satsang and Bal Pavarutti Central Offices in Ahmedabad organized two separate nationwide online Satsang Diksha questionnaire competitions for (1) all yuvaks and yuvatis and (2) karyakars of all wings (satsang, mahila, yuvak, yuvati, bal and balika).
The first test on 1 November was for yuvaks and yuvatis and the second on 8 November was for all the karyakars.
Both tests involved 100 questions of two types – true/false and MCQs – to be completed in 30 minutes.
A total 13,250 yuvaks and yuvatis, and 39,000 karyakars participated in their respective tests.
Prior to the main tests, daily study questions and pre-tests were provided online to help all to prepare.
By participating in this competition all the youths and karyakars received the blessings of Param Pujya Mahant Swami Maharaj.

સત્સંગ દીક્ષા ગ્રંથની ઓનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધા

સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લાખો આબાલ-વૃદ્ધ હરિભક્તોને આધ્યાત્મિકતાનો અનેરો રંગ લગાડ્યો છે. સૌનાં હૈયે આ રંગને વધુ ઘૂંટતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંતઃકરણની ઈચ્છા હતી કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળ-યુવા-મહિલા અને સંયુક્ત સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય દ્વારા રાષ્ટ્રીય ધોરણે સત્સંગ દીક્ષા ગ્રંથની એક ઓનલાઈન પ્રશ્નોત્તરીનું આયોજન થાય, જેમાં તમામ યુવક-યુવતીઓ તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળ-બાલિકા, યુવક-યુવતી, મહિલા અને સંયુક્ત સત્સંગ પ્રવૃત્તિઓના તમામ કાર્યકરો પણ જોડાય.
પરમ પૂજ્ય સ્વામીશ્રીના આ સંકલ્પ મુજબ, નવેમ્બરની પ્રથમ તારીખે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની યુવાપ્રવૃત્તિના યુવક-યુવતીઓની આ ઓનલાઈન સ્પર્ધા યોજાઈ અને આઠમી નવેમ્બરે તમામ કાર્યકરોની ઓનલાઈન સ્પર્ધા યોજાઈ. બંને સ્પર્ધામાં કુલ ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે 30 મિનિટમાં પરિપૂર્ણ કરવાના હતા. આ સ્પર્ધામાં કુલ ૧૩,૨૫૦ યુવક-યુવતીઓ અને ૩૯,૦૦૦ કાર્યકરોએ ભાગ લીધો હતો.
મુખ્ય સ્પર્ધા યોજાઈ તે પૂર્વે તમામ સ્પર્ધકોને માર્ગદર્શન મળી રહે તે માટે બે પ્રિ-ટેસ્ટ પણ લેવાયા હતા. ઉપરાંત સંસ્થાના સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા રોજ ૨૦ પ્રશ્નોની ટૂંકી ટેસ્ટ પણ લેવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ભાગ લઈને તમામ યુવક-યુવતીઓ અને કાર્યકરોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અપાર  પ્રસન્નતા મેળવી છે. સૌને હાર્દિક અભિનંદન.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS