As per the wish of Param Pujya Mahant Swami Maharaj, many balaks-balikas, kishores-kishoris, yuvaks-yuvatis as well as sadhus and devotees of the BAPS Swaminarayan Sanstha throughout the world are memorizing the 'Satsang Diksha' text.

Of them, some balaks-balikas, kishores-kishoris and yuvak-yuvatis have excelled in this. Of special note is that Shri Sagarbhai Acharya and Shri Sagarbhai Hirani, both students at the Sanskrit Mahavidyalaya in Sarangpur, memorized the entire text in just four days. Shri Hardikbhai Babubhai Ramani has memorized the entire Satsang Diksha in Sanskrit and Gujarati. Pleased by their devotion and enthusiasm, Param Pujya Mahant Swami Maharaj has blessed them. By attentively reciting and memorizing day and night these youths have set an outstanding and inspiring example.

In addition, Param Pujya Mahant Swami Maharaj has conveyed his profound delight and blessings to all who are memorizing the 'Satsang Diksha' text. Many other youths will be inspired by them to memorize. Everyone will progress in all ways by memorizing this.

- Sadhu Ishwarcharandas

 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અનેક બાળ-બાલિકાઓ, યુવક-યુવતીઓ, અને સંતો-હરિભક્તો સત્સંગ દીક્ષા ગ્રંથનો દેશ-વિદેશમાં મુખપાઠ કરી રહ્યા છે. એ પૈકી કેટલાક યુવક-યુવતીઓ અને બાળ-બાલિકાઓ ઘણી મોટી સિદ્ધિ મેળવી છે. અભિનંદનીય છે કે સારંગપુર ખાતે સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલા શ્રી સાગરભાઇ આચાર્ય અને શ્રી સાગરભાઇ હિરાણીએ માત્ર ચાર જ દિવસમાં સમગ્ર સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો છે. શ્રી હાર્દિકભાઈ બાબુભાઇ રામાણીએ (બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય, વલ્લભવિદ્યાનગર) સમગ્ર સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃત અને ગુજરાતીમાં મુખપાઠ કરેલ છે. તેમની ધગશ અને ભક્તિથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રસન્ન થઈને આશીર્વાદ પાઠવ્યા છે. દિવસ-રાત એકાગ્રતાપૂર્વક રટણ અને મુખપાઠ કરીને આ યુવાનોએ એક ઉત્તમ પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત જે કોઈ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી રહ્યા છે તે સૌને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અંતઃકરણપૂર્વક પ્રસન્નતાભર્યા આશીર્વાદ પાઠવ્યા છે. તેમનામાંથી પ્રેરણા લઈને બીજા અનેક યુવાનો મુખપાઠ કરશે. આ મુખપાઠથી સૌનો સર્વ પ્રકારે ઉત્કર્ષ થશે એવી શ્રદ્ધા છે.
- સાધુ ઈશ્વરચરણદાસ

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS