પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 1-4-2017, દાર-એ-સલામ
	પૂજા પૂર્ણ કરીને સ્વામીશ્રી ‘યોગીસદન’ના નીચેના હૉલમાં પધાર્યા. અહીં કેટલાક હરિભક્તો પેન્સિલના રંગોથી આફ્રિકા ખંડના વિવિધ વિભાગોને રંગી રહ્યા હતા.
	તે જોનાર એક હરિભક્ત કહે : ‘આમ આફ્રિકા ન રંગાય.’
	રંગતા હરિભક્તોએ પૂછ્યું : ‘તો પછી કેવી રીતે રંગાય ?’
	આ પ્રશ્નનો ઉત્તર સ્વામીશ્રી પર છોડવામાં આવ્યો.
	સ્વામીશ્રી કહે : ‘વર્તનથી.’
	એક જ શબ્દમાં સચોટ ઉપાય સ્વામીશ્રીએ બતાવી દીધો.
	આગળ નાના-નાના બાળકો ફુગ્ગા લઈને ઊભા હતા. તે ફુગ્ગાઓ પર કંઈક ને કંઈક લખેલું હતું. પહેલા વૃંદ પાસે સ્વામીશ્રી પધાર્યા. આ વૃંદના બાળકોના ફુગ્ગા પર ત્રણ વસ્તુ લખેલી હતી : ‘સુહૃદભાવ, અભાવ અને ભક્તિ.’
	સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું : ‘આમાંથી કયો ફુગ્ગો પસંદ કરીએ તો સત્સંગમાં દૃઢતા રહે ?’
	સ્વામીશ્રીએ ‘સુહૃદભાવ’ લખેલો ફુગ્ગો પસંદ કર્યો.
	બીજા વૃંદનો પ્રશ્ન હતો : ‘અંતરમાં ટાઢું કેવી રીતે રહે ?’
	ઉત્તરરૂપે ત્રણ ફુગ્ગા પર ક્રમશઃ લખેલું હતું : ‘ખપ, શ્રદ્ધા અને દ્રોહ.’
	સ્વામીશ્રીએ ‘ખપ’ લખેલો ફુગ્ગો પસંદ કર્યો.
	ત્રીજા વૃંદનો પ્રશ્ન હતો : ‘કયો ગુણ કેળવીએ તો નિશ્ચય રહે ?’
	જવાબરૂપે ત્રણ ફુગ્ગા પર ક્રમાનુસાર લખેલું હતું : ‘અવગુણ, સેવા અને મહિમા.’
	સ્વામીશ્રીએ ‘મહિમા’ લખેલા ફુગ્ગાને પસંદ કર્યો.
	ચતુર્થ વૃંદનો પ્રશ્ન રજૂ થયો : ‘કયા ગુણથી સત્સંગમાં આગળ વધાય ?’
	જવાબરૂપે ફુગ્ગાઓ પર લખેલું હતું : ‘એકતા, કુસંપ અને દિવ્યભાવ.’
	સ્વામીશ્રીએ ‘દિવ્યભાવ’ પર પસંદગી ઢોળી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-12:
                                             
                                            One who Aspires for Liberation
                                        
                                        
                                            
	"Thus, he who aspires to attain liberation should never harbour such timidity and should employ whatever measures are necessary to force the indriyas and antahkaran to accept his authority - like a king who studies books about the art of ruling and then exercises authority over his kingdom, but is not subdued by his subjects…"
	 
	[Gadhadã II-12]