પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 1-4-2017, દાર-એ-સલામ
	સ્વામીશ્રી સાથે આફ્રિકા-યાત્રામાં જોડાયેલા હરિનારાયણદાસ સ્વામીને ભયંકર અકસ્માત થયો હતો. એમને તાત્કાલિક ઍર એમ્બ્યુલન્સ દ્વારા નૈરોબી ખસેડ્યા હતા. તેમની સેવામાં જોડાયેલા સિદ્ધયોગીદાસ સ્વામીએ આજે તેમના અત્યારના ફોટા મોકલાવ્યા હતા.
	સ્વામીશ્રી અલ્પાહાર કરવા બિરાજ્યા ત્યારે તેમના ફોટા નિહાળ્યા અને કહ્યું : ‘આખી રાત એ જ યાદ આવ્યા છે.’
	ઉપસ્થિત સૌ દંગ રહી ગયા... ‘તો શું સ્વામીશ્રીએ આખી રાત આરામ ન કર્યો ?’
	ઉત્તરરૂપે સેવક સંતે જણાવ્યું : ‘સ્વામીશ્રીએ હરિ-નારાયણદાસ સ્વામીને સારું થઈ જાય તે માટે આખી રાત ભજન કર્યું છે.’
	કોઈને દુખિયો રે, દેખી ન ખમાય;
	દયા આણી રે, અતિ આકળા થાય...
	આખી રાત શિષ્યની ચિંતા કરે, આવા ગુરુ બીજે ક્યાં મળે ?
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-9:
                                             
                                            The Glory of Discourses in Satsang
                                        
                                        
                                            
	"If Nãrad, the Sanakãdik, and demigods such as Brahmã and others were to hear the discourses being presently delivered in Satsang, they would say, 'We have never heard such talks before, and we shall never hear them again.'…"
	 
	[Gadhadã II-9]