પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 5-9-2010, સારંગપુર
	રાજુભાઈ નામના એક હરિભક્તે પોતાના જીવનના એક પ્રસંગની વાત કરતાં કહ્યું કે “મારે જંબુસરમાં કેરીના રસનો મોટો વેપાર છે. ‘યોગી રસભંડાર’ના નામે દુકાન છે. સન 1983 સુધી મને સત્સંગ ન હતો, હું માતાજીનો ઉપાસક હતો, પણ માતાજીના મંદિરે ક્યારેય ન જતો. જીવનમાં વ્યસનો અને દૂષણો ચકચૂર હતાં. એ દરમ્યાન એક વાર મારા મિત્રે મને આગ્રહ કર્યો કે ‘અમારી સાથે ગુરુપૂર્ણિમાએ બોચાસણ આવો.’ મિત્રના આગ્રહને લીધે હું બોચાસણ ગયો. આમ તો મને સ્વામિનારાયણના સાધુઓ પ્રત્યે પહેલેથી દ્વેષ. સ્વામિનારાયણ મંદિરમાં પગ મૂકવા પણ હું તો તૈયાર ન હતો. એટલે સ્પેશિયલ, બસમાં જ હું બેઠો રહ્યો, પરંતુ મિત્રે આગ્રહ કર્યો એટલે પહેલી વખત મંદિરમાં પગ મૂક્યો. ભગવાનનાં દર્શને તો ગયો જ ન હતો. બુકસ્ટોલ આગળ બેસી રહ્યો હતો.
	એ દરમ્યાન સ્વામીશ્રી ગુરુપૂર્ણિમાની સભામાં આશીર્વાદ આપી રહ્યા હતા. મારા મિત્રે કહ્યું કે ‘પ્રમુખસ્વામી મહારાજને અત્યાર સુધી તેં ફોટામાં જોયા છે ને અહીં સુધી આવ્યો છે તો એક વખત પ્રત્યક્ષ દૂરથી તો જોઈ લે !’ મિત્રના આગ્રહથી હું દૂરથી દર્શન કરવા ગયો, એમાં મને કોઈ આદરભાવ ન હતો, પરંતુ સ્વામીશ્રીનાં દર્શન કર્યાં ને ચમત્કાર થયો, મારા વિચારો ફરવા લાગ્યા અને મનમાં એવો સંકલ્પ જાગવા લાગ્યો કે ‘આ સંતને નજીકથી જોવા છે, મળવું છે.’ એ વખતે તો સમૈયા પછી તરત સ્વામીશ્રી સૌને વ્યક્તિગત ચરણસ્પર્શ અને પૂજનનો લાભ આપતા. એટલે હું આપોઆપ ત્યાં ખેંચાયો. મારા મિત્રે પરિચય કરાવ્યો. સ્વામીશ્રીએ મને એટલું જ કહ્યું : ‘વ્યસનો ન રાખતો.’ અને કોણ જાણે કેમ મારા સંકલ્પો જ વિરામ પામી ગયા. આજ સુધી વ્યસનનો સંકલ્પ થયો નથી.”
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-56:
                                             
                                            To Please God
                                        
                                        
                                            
	“Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
	[Gadhadã II-56]