પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૩
ગોંડલ, તા. ૮-૩-'૬૧
આજે મંગલ પ્રવચનમાં યોગીજી મહારાજે સ્વપ્નદર્શનની વાત કરતાં કહ્યું : 'આજે શાસ્ત્રીજી મહારાજ સ્વપ્નામાં આવ્યા હતા. ગ્રહણનો દિવસ હતો, સ્વામી ખુલ્લામાં, ખુલ્લે ડિલે ખાટલા ઉપર બેઠા હતા. પછી હું ત્યાં ગયો, સ્વામીને દંડવત્ કર્યા ને પગે લાગ્યો. સ્વામી કહે કે, 'યોગી ! ગ્રહણ કેટલું બાકી છે ?' મેં કહ્યું કે 'આટલું.' (વચલી આંગળીનો પહેલો વેઢ બતાવતાં.) પછી સ્વામી કહે કે 'મહીસાગરમાં નાહવા જવું છે.' (મહીસાગરના કાંઠાનું કોઈ ગામ હતું...)
અમદાવાદથી ડૉ. મધુભાઈ આવ્યા હતા. તેમણે રમૂજમાં સ્વામીશ્રીને કહ્યું કે 'આપનાં દર્શન માટે ચાર્જ રાખવો છે.' (કારણ ઘણા હરિભક્તો સ્વામીશ્રીના દર્શનનો આગ્રહ રાખતા. સ્વામીશ્રીને જોઈએ એવો આરામ મળતો નહિ. એટલે ભક્તપ્રવાહને ખાળવા અને આરોગ્યની દૃષ્ટિએ એમનું આ સૂચન હતું.)
'ગુરુ, હરિભક્તોનાં દર્શન થાય (કરવા આવે ત્યારે) એ જ ચાર્જ ! તો જલદી સાજા થઈ જવાય. આપણે બીજો ચાર્જ ન હોય.' સ્વામીશ્રીએ ખૂબ સહજતાથી કહ્યું. ભક્તવત્સલતાનું આથી અધિક કયું દૃષ્ટાંત આપણે ખોળીશું ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Falling from Satsang
"… Similarly, one who harbours an aversion towards the Sant should be known as having tuberculosis; he will certainly fall from Satsang sometime in the future…"
[Loyã-1]