પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૪
ગોંડલ, તા. ૮-૩-'૬૧
આજે બપોરે પત્રવ્યવહાર કરતા રમણભાઈ (પૂ. ડૉક્ટર સ્વામી)ને યોગીજી મહારાજ કહે : 'હું માંદો પડ્યો એટલે ટપાલ લખાતી નથી... ટપાલ મારા વગર રડે છે...' ટપાલ જેવી જડ વસ્તુ પણ મોટા પુરુષના સંબંધથી વંચિત થતાં રડે છે તો ચેતન-જીવંત એવા મનુષ્યોને ભક્તોને પણ રડવું આવવું જોઈએ. અથવા તો સ્વામીશ્રી પોતાને પક્ષે એમ સમજાવવા માગતા હોય કે અત્યારે એક માત્ર મારી ટપાલ વડે મારો સંબંધ પામતા મારા ભક્તો મારી ટપાલથી વંચિત બનતાં દુઃખી થતા હશે, તેથી મને રડવું આવે છે. આખરે તો એ ભક્તાધીન છે ને !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-4:
God is Unparalleled
"… After all, there is only one form of God. This God is extremely powerful and no one, including Akshar, is capable of becoming like Him. This is an established principle."
[Loyã-4]