પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-4-2010, અમદાવાદ
સ્વામીશ્રી આરામમાં જવા માટે પલંગ ઉપર વિરાજમાન થયા. રોજના ક્રમ મુજબ સામે કાચની પેલે પાર હૉલમાં બેઠેલા સંતો-હરિભક્તોને બે હાથ જોડતાં જોડતાં ‘જય સ્વામિનારાયણ’ કહેતાં કહેતાં સ્વામીશ્રી દૃષ્ટિ કરી રહ્યા હતા. એમાં છેક સામેની દીવાલ તરફ દાતણ લઈને અરવિંદભાઈ ઊભા હતા. સ્વામીશ્રી કહે : ‘વરસોથી તેઓ આ રીતે ઠાકોરજીનાં દાતણ લાવે છે.’ આમ કહેતાં સ્વામીશ્રીએ તેઓને સંભાર્યા અને તેઓની સેવાની કદર દૃષ્ટિ દ્વારા કરી.