પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-4-2010, અમદાવાદ
એક મુમુક્ષુ સ્વામીશ્રી પાસે આવ્યા. કુટુંબમાં ઉપરાછાપરી બે-ચાર મરણ થવાથી તેઓ હતાશ થઈને દારૂના વ્યસન ઉપર ચડી ગયા હતા. સ્વામીશ્રીને જ્યારે આ વાત કરી ત્યારે સ્વામીશ્રીએ તરત જ કહ્યું : ‘વ્યસન તો કરશો જ નહીં. દરેકની આવરદા હોય એ પ્રમાણે અહીં રહે છે અને પછી જતા રહે છે. વ્યસન કરવાથી કોઈ પાછું આવતું નથી. એટલે ભગવાનનું બળ રાખો. ભગવાનનો આશરો કરો. શ્રીજીમહારાજ દયા કરશે, માટે વ્યસન મૂકી દેજો.’
વળી, એ મુમુક્ષુએ કહ્યું : ‘બાપા ! અંતકાળે તેડવા આવશો ને ?’
સ્વામીશ્રી કહે : ‘તમે સેવા કરો છો, ભક્તિ કરો છો, એટલે ભગવાન તેડવા આવશે જ.’
Vachanamrut Gems
Gadhadã II-28:
The essence of all the scriptures
“… Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God…”
[Gadhadã II-28]