Photo Gallery

દિવસે આમંત્રિત યોગ નિષ્ણાત ડૉ. ભાસ્કર ચાવડા સાહેબ અને અમારી શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના આચાર્યા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.ત્યાર બાદ ડૉ. ભાસ્કર ચાવડા સાહેબે યોગનું મનુષ્યના જીવનમાં શું મહત્વ છે તે સમજાવ્યું અને વિવિધ પ્રકારના આસનો પ્રાયોગિક રીતે કરાવ્યા. ત્યાર બાદ અણુલોમ - વિલોમ પ્રાણાયામ પણ કરાવ્યા.
 
કાર્યક્રમના અંતિમ સોપાન માં ઉપસ્થિત સૌએ
"સમગ્ર વિશ્વમાં એકતા જળવાય, મનુષ્યનું જીવન સંતુલિત અને સંયમી રહે અને પ્રત્યેક જણ સ્વસ્થ, નિરોગી, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે'' -
તે માટે સંકલ્પ લેવામાં આવ્યા અને અંતે શાંતિપાઠ કર્યો.
 
ઉપસ્થિત સૌએ કાર્યક્રમમાં સહકાર પૂરો પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો.

 

© 1999-2023 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS