તારીખ 30 માર્ચ, રવિવારના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા ખાતે 'વિદ્યામંદિર ઝલક' કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં છેલ્લા બે દાયકાથી સંસ્કાર સહ શિક્ષણ પ્રદાન કરતી આ શાળાની સિદ્ધિઓને નૃત્ય, સંવાદ, સ્કીટની દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા સુંદર રીતે પ્રસ્તુત કરી હતી.
પ્રસ્તુતિમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું કોઈ પણ ટ્યુશન વગર 100% પરિણામની ઉપલબ્ધિ, પ્રાથમિક સ્તરથી સંસ્કાર સિંચન તથા પાયાનું શિક્ષણ એવમ અભ્યાસેતર વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન પ્રસંસનીય રહ્યું. શિક્ષકો માટે યોજાતી જ્ઞાન સંવર્ધક તાલીમ, પરીક્ષાઓ, પ્રોજેક્ટના આયોજન વગેરે પ્રવૃત્તિઓનું નિદર્શન પણ સરાહનીય હતું. વળી 'ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ' દ્વારા આ વિદ્યામંદિરના છ શિક્ષકોને પુરસ્કાર પણ એનાયત કરાયા હતા જે પણ એક વિશિષ્ટ સિદ્ધિ છે.
આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામી, શિક્ષણવિદ્ શ્રી રણછોડભાઈ એમ. શાહ, પૂ. ભગ્યસેતુ સ્વામી (કોઠારી સ્વામી) તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સાથે સંસ્કાર સિંચનની શાળા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતાં અતિથિ વિશેષ પદેથી બોલતાં શ્રી શાહ સાહેબે જણાવ્યું કે 'મોંઘુ એટલું જ સારું' એ કલ્પનામાં જીવતા આધુનિક યુગમાં શિક્ષણ અને સંસ્કારનો મેળ કરી છેલ્લા 20 વર્ષથી economical fee માં નિ:સ્વાર્થભાવે કાર્ય કરી સમાજ માટે ચારિત્ર્યવાન બાળકોનું ઘડતર કરતી આ શાળા ખરેખર ધન્યવાદને પાત્ર છે.
વર્તમાન સમયમાં સંસ્કાર તથા મૂલ્યોની અનિવાર્યતા સમજાવતા પૂ. યજ્ઞપ્રિય સ્વામી એ જણાવ્યું કે પૂ. પ્રમુખસ્વામી મહારાજ તથા પૂ. મહંત સ્વામી મહારાજ ચરિત્ર્યવાન સમાજના હિમાયતી રહ્યા છે, "ચારિત્ર વગરનું ભણતર નકામું છે." શ્રી સરદાર પટેલનું આ કથન ટાંકી જીવનમાં સંપત્તિ કરતાં ચારિત્ર્યનું મૂલ્ય કેવી રીતે વધારે છે તે વાત સમજાવી વાલીઓને પણ આ બાબત સજાગ રહેવા જણાવ્યું.
અમને જણાવતા અત્યંત હર્ષ થાય છે કે શાળાના દ્વિદશાબ્દી સમાપન પ્રસંગે પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદથી સનદી સેવા ના અભિલાષિ વિદ્યાર્થીઓ માટે ધો. 6 થી ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC) તેમજ રાષ્ટ્રીય જાહેર સેવા આયોગ (UPSC) ના વર્ગ તેમજ દિકરીઓ માટે પ્લે ગ્રુપ થી ધોરણ 5 સુધીની કન્યાઓ માટે પણ શાળા ચાલુ થઈ રહી છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અટલાદરા સંચાલિત આ શાળામાં અપાતા સંસ્કાર સહ શિક્ષણને ઉપસ્થિત મહાનુભાવો એ તથા દર્શક ગણે સારો પ્રતિસાદ આપી વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
Grand Celebration of ‘Vidyamandir Jhalak’ at BAPS Swaminarayan Vidyamandir, Atladara
On Sunday, March 30, the ‘Vidyamandir Jhalak’ program was magnificently celebrated at BAPS Swaminarayan Vidyamandir, Atladara. The event beautifully showcased the school’s remarkable journey of providing cultural and value-based education for the past two decades through an engaging audio-visual presentation of dance, dialogue, and skits.
The school's 100% success rate in Std. X and XII results without private tuition, its emphasis on cultural and fundamental education from the primary level, and its diverse extracurricular activities were highly praised. Additionally, the event highlighted knowledge enhancement programs, training sessions, project planning, and examinations designed for teachers, recognizing their contributions. Notably, six teachers from the Vidyamandir were honored by the Gujarat Chambers of Commerce, marking a significant achievement.
The event was graced by senior BAPS saint Pu. Yajnapriya Swami, educationist Shri Ranchhodbhai M. Shah, Pu. Bhagyasetu Swami (Kothari Swami), and other esteemed dignitaries.
Shri Ranchhodbhai M. Shah, speaking as the special guest, praised the institution’s selfless service over the past 20 years, offering quality education at an affordable fee while nurturing students with strong character. He emphasized that in today’s world, where expensive education is often equated with quality, this school stands out as an exemplary institution dedicated to shaping responsible citizens.
Pu. Yajnapriya Swami underscored the importance of values and character in education, echoing the teachings of Pu. Pramukh Swami Maharaj and Pu. Mahant Swami Maharaj. Quoting Sardar Patel, he emphasized that “Education without character is useless” and urged parents to instill strong values in their children.
A momentous announcement was also made: On the occasion of the school’s bicentennial, and with the blessings of His Holiness Mahant Swami Maharaj, new academic avenues are being introduced. The school will now offer coaching from Std. VI onward for aspirants of GPSC and UPSC exams, along with expanded education for girls from Play Group to Std. V.
The event received an overwhelming response from dignitaries and attendees, who lauded the school's role in fostering both education and culture. They extended their best wishes to the students and the entire Vidyamandir family for their continued success.