શિક્ષકનું સુખ અને સ્વાસ્થ્ય, વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ અને પ્રેરણાનું સ્ત્રોત બને છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર દ્વારા દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. આ વર્ષે 'શિક્ષક અને સ્વાસ્થ્ય' થીમ અંતર્ગત શિક્ષકો માટે વિશેષ ઉજવણીનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
શિક્ષકો અને વહીવટી સ્ટાફે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે નીલકંઠ વર્ણી મહારાજ નો પવિત્ર અભિષેક વિધિ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શાળામાં પરત ફરતાં જ તેમનું તિલક, નાડાછડી અને પુષ્પોથી લાલ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પૂ.કોઠારી સ્વામીશ્રીએ પધારી શિક્ષકોને માર્ગદર્શન અને પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા. શાળા સંચાલન સમિતિ ના સભ્યો તથા આચાર્યશ્રીઓએ પણ પોતાના વક્તવ્ય દ્વારા શિક્ષકોને શુભેચ્છા પાઠવી અને પ્રોત્સાહિત કર્યા.
સમગ્ર કાર્યક્રમમાં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, કીર્તન અંતાક્ષરી, શિક્ષકો દ્વારા પ્રેરણાદાયી સ્કિટ તથા નાની રમૂજી રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે શિક્ષકો માટે એક અનોખો અને યાદગાર અનુભવ બની રહ્યો . અંતે, શિક્ષકોને વિશેષ સ્મૃતિરૂપે ટીચર્સ ડે ગિફ્ટ પણ થીમને અનુરૂપ આપી સન્માનિત કરવામાં આવ્યા.શિક્ષક દિનની વિશેષ ભેટ રૂપે શાળાના તમામ શિક્ષકોને BAPS હોસ્પિટલમાં સંપૂર્ણ હેલ્થ ચેકઅપ માટે 70% થી પણ વધુ ડિસ્કાઉન્ટની સુવિધા એનાયત કરવામાં આવી. સમગ્ર ઉજવણી શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા, સન્માન અને પ્રેમનું અનોખું પ્રતિક બની રહી.
A teacher’s happiness and health become a source of light and inspiration in the lives of students.
Every year, B.A.P.S. Swaminarayan Vidyamandir celebrates Teachers’ Day in a very special way. This year, under the theme Teacher and Health, a unique celebration was organized for all teachers.
The teachers and administrative staff visited B.A.P.S. Swaminarayan Mandir, Atladara, where they performed the sacred Abhishek Vidhi of Shri Nilkanth Varni Maharaj and received divine blessings. Upon returning to the school, they were given a grand red-carpet welcome with tilak, nadachhadi, and flowers. During the program, Pujya Kothari Swami graced the occasion, offering inspiring guidance and blessings to the teachers. The school management committee and principals also extended their good wishes and encouragement through heartfelt speeches.
The celebration included prayer, lamp-lighting, kirtan antakshari, a motivational skit by teachers, and some fun-filled games, making it a memorable and joyous experience for everyone. At the end, teachers were honored with a special theme-based Teachers’ Day gift. As an additional gesture, the school offered all teachers a comprehensive health check-up at BAPS Hospital with a discount of more than 70%.
The entire celebration became a beautiful expression of gratitude, respect, and love towards teachers.