As instructed by Bhagwan Swaminarayan in the Shikshapatri and by the wish of guruhari Param Pujya Mahant Swami Maharaj, devotees should undertake extra spiritual observances during the four holy months of Chaturmas. This year, Chaturmas is from 20 July 2021 (Ashadh sud 11) to 15 November 2021 (Kartak sud 11). To please Bhagwan Swaminarayan, Brahmaswarup Pramukh Swami Maharaj and Pragat Brahmaswarup Mahant Swami Maharaj, the following extra observances should be undertaken:

Reading

The following books should be read during Chaturmas:
  1. Brahmaswarup Pramukh Swami Maharaj Jivan Charitra, Part 3 & Part 4 (or listen to their audio on the Akshar Amrutam app)
  2. Mahant Swami Maharaj: A Epitome of Saintliness
  3. Bhagwan Swaminarayan’s Bhaktaratno, Part 1 & Part 2 (or listen to their audio on the Akshar Amrutam app)
  4. Daily read the Vachanamrut & Swamini Vato

Austerities

  • In view of the prevailing pandemic, observe austerities that will help to sustain good immunity. Or observe ektana during the month of Shravan.

Listening

  • Daily listen to 7–10 minutes of Pramukh Swami Maharaj’s inspiring incidents and blessings.

Darshan

Devotion

  • Daily turn an extra five or more malas. Perform extra dandvats, pradakshinas, etc. as per one’s capacity.
  • Inspire one friend to join satsang, such that they daily apply tilak-chandlo and perform daily puja.
  • Contemplate for five minutes every day on the mahima of Swamishri – his virtues, work and divine form.

Homage to Guru

  • Every week, narrate in person or via letter, email or social media, one incident highlighting the virtues of Swamishri to as many relatives and friends as possible.

Family

  • Conduct ghar sabha: In commemoration of Pramukh Swami Maharaj’s Centenary, gather your family to read about, listen to, have darshan of and contemplate on our guru.
  • For one year invite the same one family to your ghar sabha once a month.
  • Inspire one family to start conducting their own ghar sabha.
Note: During Chaturmas, devotees should not eat brinjals, white and red radish, sugarcane and mogri.
 
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રી-આજ્ઞા મુજબ, પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે પ્રતિવર્ષની જેમ આ વરસે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. અષાઢ સુદ ૧૧, તા. ૨૦-૭-૨૦૨૧ થી કાર્તિક સુદ ૧૧, તા. ૧૫-૧૧-૨૦૨૧ સુધી આ નિયમોનું પાલનકરીને ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.
 

વાંચનયજ્ઞ :

નીચે આપેલાં પુસ્તકોનું ચાતુર્માસ દરમ્યાન વિશેષ વાંચન કરવું.
  1. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ : ભાગ-૩ અને ભાગ-૪ (વિસ્તૃત જીવનચરિત્ર) વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું.
  2. સાધુતાના શિખર મહંત સ્વામી મહારાજ.
  3. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ભક્તરત્નો, ભાગ-૧ અને ભાગ-૨ વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું.
  4. નિત્ય વચનામૃત અને સ્વામીની વાતોનો પાઠ અથવા શ્રવણ.

વ્રત-તપયજ્ઞ :

  • વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લક્ષમાં લઈને રોગપ્રતિકારક શકિત જળવાય તે રીતે વ્રત-તપ કરવાં અથવા શ્રાવણ માસમાં એકટાણાં વ્રત કરવું.

શ્રવણયજ્ઞ :

  • પ્રમુખસ્વામી મહારાજનાં પ્રસંગો તથા આશીર્વચનોનું દરરોજ ૭ થી ૧૦ મિનિટ શ્રવણ.

દર્શનયજ્ઞ :

ભક્તિયજ્ઞ :

  • દરરોજ પાંચ કે વધુ માળા અધિક ફેરવવી. અધિક દંડવત, અધિક પ્રદક્ષિણા વગેરે શ્રદ્ધા અનુસાર કરવાં. એક સ્નેહીને સત્સંગી થવા માટે પ્રેરણા આપવી અને તેમને તિલક-ચાંદલા સહિત નિત્યપૂજા કરતા કરવા. દરરોજ સ્વામીશ્રીના મહિમાનો પાંચ મિનિટ વિચાર કરવો. સ્વામીશ્રીનાં ગુણો, કાર્ય અને સ્વરૂપનો મહિમા વિચારવો.

ગુણકથન યજ્ઞ :

  • દર અઠવાડિયે સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ શક્ય તેટલા વધુ સગાં-સ્નેહીઓને રુબરુ કહીને કે પત્ર દ્વારા અથવા ઈ-મેઈલ, કે વોટ્સએપ/સોશિયલ મીડિયા વગેરે માધ્યમથી જણાવવો.

પારિવારિક નિયમો :

  • ઘરસભા કરવી : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી યોગયજ્ઞ અંતર્ગત વાંચન, શ્રવણ, દર્શન તથા મનનના જે નિયમો છે તે પ્રમાણે સામૂહિક રીતે ઘરસભામાં ગુરુવાંચન, ગુરુશ્રવણ અને ગુરુ મનન કરવું.
  • દર મહિને એકવાર એક સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા. આખું વર્ષ એક જ સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા પણ દર મહિને નવા નવા પરિવાર આવે તેમ ન કરવું.
  • એક નવા પરિવારને ઘરસભા કરતા કરવા.
નોંધઃ ચાતુર્માસ દરમ્યાન હરિભક્તોએ મૂળા, મોગરી, શેરડી અને રીંગણ ખાવાં નહિ. 

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS