તાજેતરમાં ધાર્મિક લાગણી દુભાયાના મુદ્દે જે કંઈ બન્યું છે તે બનવાકાળ બની ગયું છે. અમે સૌ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવીએ છીએ. આથી સંપ્રદાયના તમામ સંતો-ભક્તો તેમજ તમામ ધર્મપ્રેમી ભાવિકો-સંતો-મહંતો-આચાર્યોને અમારી નમ્ર પ્રાર્થના અને હાર્દિક અપીલ છે કે આપણે સૌ પરસ્પર વૈમનસ્ય ભૂલીને વિવાદ અને વિખવાદોથી પર થઈએ, સનાતન હિન્દુ ધર્મની એકતા માટે, ધર્મના યત્કિંચિત સેવાકાર્યો તથા ઉત્કર્ષમાં સાથે મળીને પ્રવૃત્ત થઈએ. હવે પરસ્પર નિવેદનો કરવાને બદલે પરસ્પર આદર રાખીને આપણે સનાતન હિન્દુ ધર્મની સેવામાં જોડાઈએ. સર્વે ધર્મપ્રેમી ભક્તો-ભાવિકો અને સમસ્ત જનસમુદાયને અમે શાંતિની હાર્દિક અપીલ કરીએ છીએ.

A Humble Appeal for Peace by BAPS Swaminarayan Sanstha

In light of recent events, we at BAPS would like to reiterate our respect and affection for all. We humbly pray and appeal to sadhus, devotees, acharyas, leaders and all other well-wishers of the Sampradaya to rise above disputes and ill-feelings to uphold unity within Sanatan Hindu Dharma. Rather than engaging in such discussions, let us strive for respect and join together to further serve our dharma. We humbly urge all devotees, well-wishers and the wider community to observe peace, brotherhood and harmony.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS