Head of socio-spiritual organization BAPS Swaminarayan Sanstha and inspirer of world renowned Akshardham mandir, HH Pramukh Swami Maharaj passed away on 13 August 2016 at 6 pm. The word spread fast and the small town of Sarangpur was soon flooded with devotees and well-wishers eager for darshan.

As soon as news were made public, dignitaries across the country, including Sri Sri Ravishankarji, Shri Morari Bapu, Shri Ramdevji Maharaj, Prime Minister Shri Narendra Modi, Shri Amit Shah, Smt. Sonia Gandhi, Shri Rahul Gandhi, Shri Arun Jaitley, Smt. Anandiben Patel and others expressed grief, pain and condolences. They paid homage to the exemplary work done by Swamishri. 

Chief Minister of Gujarat, Shri Vijay Rupani, reached Sarangpur at 8.00 a.m. and paid his respects by laying a wreath and offering a garland at the holy feet of Swamishri. He addressed the gathering and expressed his pain by saying that he felt Gujarat had lost a great soul. He also said that Pramukh Swami Maharaj, like Swami Vivekanand, had served Hinduism by constructing 1100 temples across the globe and keeping the flag of Indian culture and values flying high.

Deputy Chief Minister Shri Nitin Patel also fondly remembered the selfless services of BAPS under the leadership of Pramukh Swami Maharaj, for spreading and propagating Indian culture and heritage in many countries, inspiring de-addiction campaigns and disaster relief works and other philanthropic works.

Hon. Governor of Gujarat, H.E. O.P. Kohli, expressed his regret for not getting the chance to meet him in person. He said that the book by Dr. Kalam on the life and work of Pramukh Swami Maharaj had inspired him a lot. “It is not that India has lost a great man. It is humanity that has lost a great man. He was not a man of a particular country or a particular nation. He belonged to entire humanity. It is a great loss to humanity.”

During the course of the day, several political and social stalwarts came for paying homage to Swamishri. All of them mourned the great loss to mankind with the passing away of Swamishri.

 

અક્ષરનિવાસી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે ઉમટ્યો મહાનુભાવો અને ભક્તોનો મહેરામણ

ખેદ વ્યક્ત કરીને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તેમજ વિશ્વમાંથી અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને અર્પી ભાવશ્રદ્ધાંજલિ...

તા. 14-8-2016

સારંગપુર

જગતના મહાન આધ્યાત્મિક ગુરુ અને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ યુગપુરુષ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુર ખાતે તા. 13-8-2016ના રોજ સાંજે 6-00 વાગ્યે અક્ષરધામગમન કર્યું તેના સમાચાર ફેલાતાં જ લાખોની સંખ્યામાં ભક્તોનો વિરાટ સમુદાય તેઓના અંતિમ દર્શન માટે સારંગપુર ભણી વહેતો થયો હતો. સારંગપુર તરફ જતા તમામ માર્ગો દર્શનાર્થીઓથી ઊભરાઈ ગયા હતા. આખી રાત ભક્તોનો પ્રવાહ તેઓના દર્શનાર્થે અવિરત ચાલતો રહ્યો હતો.

પરમ પૂજ્ય સ્વામીશ્રીના દેહત્યાગના સમાચાર ફેલાતાં જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઈ શાહ, શ્રીમતી સોનિયા ગાંધી, શ્રી રાહુલ ગાંધી, શ્રી અરુણ જેટલી, શ્રીમતી આનંદીબહેન પટેલ, શ્રી શ્રી રવિશંકરજી, શ્રી મોરારિબાપુ, શ્રી રામદેવજી મહારાજ સહિત ભારતના અનેક મહાનુભાવોએ અંતઃકરણપૂર્વક ખેદ વ્યક્ત કરીને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય જીવન-સંદેશ અને કાર્યને અંજલિ અર્પી હતી.

પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણે અંજલિ અર્પણ કરવા માટે ઠેર ઠેરથી મહાન સંતોનો પ્રવાહ પણ સારંગપુર તરફ વહી રહ્યો છે. આજે સવારે 7-30 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સારંગપુર ખાતે પહોંચીને પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં ચરણે વંદના કરતાં ગુજરાતની પ્રજાવતી ભાવશ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત ભક્તો-સંતોના સમુદાય સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે 'ગઈકાલે સાંજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અક્ષરધામગમનના સમાચાર મળ્યા. ગઈકાલ સાંજથી જ જાણે ગુજરાત નોંધારું થયું હોય એમ લાગ્યું. પ્રમુખસ્વામી મહારાજના સતત આશીર્વાદ ગુજરાત પર વરસતા હતા અને હજી અક્ષરધામમાંથી પણ એમના આશીર્વાદ વરસે છે એમાં કોઈ શંકા નથી. પરંતુ જેમ એક બાળક મા-બાપ ગુમાવે, છત્રછાયા વિહોણો થઈ જાય એમ આજે આખું ગુજરાત એક છત્રછાયા વિહોણું થઈ ગયું છે. પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતના તમામ સુખદુઃખોમાં હંમેશાં સાથી રહ્યા હતા. મોરબીની હોનારત હોય, કચ્છનો ભૂકંપ હોય, કોઈ પણ તોફાનો હોય કે ગુજરાતના દરેક સુખદુઃખમાં હંમેશાં સેવામાં અગ્રેસર રહીને ગુજરાતની પ્રજાને, આશ્વાસન આપીને દરેક કટોકટીના કામ પાર પાડ્યા છે.

પ્રમુખસ્વામીજીએ ગુજરાતના સુખ-દુઃખમાં હંમેશા અગ્રેસર રહીને વર્ષોથી ગુજરાતની ચિંતા કરી છે એટલે પ્રમુખસ્વામીનો અધિકાર છે કે એમનું આ ગુજરાત છે. એમને પણ ગુજરાત માટે એટલો પ્રેમ. કારણ કે એ ગુજરાતના નાનામાં નાના ગામથી પરિચિત હતા. ગુજરાતના લાખો લોકોથી પરિચિત હતા. અને ગુજરાતના યુવાનોમાં પડેલી પોટેન્શીયલિટીથી પણ એ પરિચિત હતા. એટલે પ્રમુખસ્વામીનું ગુજરાત એમ સ્વાભાવિક રીતે મારા પ્રથમ પ્રવચનમાં કહેવાયેલું હતું.

સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં પહેલી વખત બધા ધર્મો વચ્ચે હિન્દુ ધર્મની વાત કરીને દુનિયામાં હિન્દુ ધર્મને ઉજાગર કર્યો હતો. ત્યાર પછી પહેલા એવા સંત પૂજ્ય પ્રમુખસ્વામીજી છે કે જેમણે દુનિયાભરમાં સ્વામિનારાયણ મંદિરો બનાવીને આખી દુનિયામાં હિન્દુ ધર્મના ધજાકાપતાકા લહેરાવ્યા હતા. પ્રમુખસ્વામીમાંથી પ્રેરણા લઈને હજારો યુવકો પોતાની ભવ્ય કારકિર્દી બાજુએ મૂકીને સંત થઈને નીકળી પડે એવી પ્રેરણા એમણે અર્પી હતી! આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે. કેટલી શાંતિ અને તેજ પ્રમુખસ્વામી મહારાજના ચહેરા પર આજે પણ આપણને દેખાય છે. આ સંતશિરોમણી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કાયમ આપણી વચ્ચે કદી ભૂલાવાના નથી અને ગુજરાતની પ્રજા એમના આશીર્વાદ ઝંખતી રહેશે. પૂજ્ય પ્રમુખસ્વામીના ચરણોમાં મારા લાખ લાખ વંદન.'

ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીજીએ સારંગપુર ખાતે પહોંચીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં વંદના કરી હતી. તેઓએ શ્રદ્ધાસુમન અર્પતાં જણાવ્યું હતું કે ' આજે કેવળ ભારતે જ એક મહાપુરુષ ગુમાવ્યા નથી, પરંતુ સમસ્ત માનવજાતે એક મહાપુરુષને ગુમાવ્યા છે. સ્વામીશ્રી કોઈ એક રાષ્ટ્રના પુરુષ નહોતા. તેઓ તો સમગ્ર માનવજાતના હતા. તેમની વિદાયથી માનવજાતને એક મહાન ખોટ પડી છે.

સ્વામીશ્રી એટલે નખશિખ સરળ વ્યક્તિત્વ. તેઓ સરળ વ્યક્તિ હતા અને એ સરળતા જ તેઓના દ્વારા પ્રભાવી હતી. કોઈ જ દંભ નહીં. નરી સરળતા. આ સરળતા તેઓના મુખારવિંદ પર, તેઓની વાણીમાં, તેઓના વર્તનમાં અને તેઓના કાર્યોમાં હતી. તેઓ જાણે સાદગીનું સ્મારક હતા. નખશિખ સાદગી. અને જો આપણે તેઓમાંથી કાંઈ પણ શીખવા ઈચ્છતા હોઈએ તો આપણે તમામ પ્રકારના આડંબરને ત્યજીને એક સરળ વ્યક્તિ બનવું જોઈએ.

જો પ્રમુખસ્વામી મહારાજના વિરલ વ્યક્તિત્વને ત્રણ શબ્દોમાં જ વ્યક્ત કરવાનું કહેવામાં આવે તો હું એટલું જ કહીશ - સેવા, સેવા અને સેવા.'

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ અનેક મંત્રીવર્યો સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓએ સારંગપુર ખાતે ઉપસ્થિત રહીને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS