યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ ઉપક્રમે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે. તે પૈકી એક મહત્ત્વનો કાર્યક્રમ છે, યુવા અધિવેશનનો. યુવકોને સત્સંગની વિશેષ દૃઢતા થાય તેમજ તેમની સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય તથા તેમના વ્યક્તિત્વનો વિકાસ થાય તે હેતુસર આગામી મે-જૂન માસ દરમ્યાન યુવા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અધિવેશન બે તબક્કામાં યોજાશે. 
    - આંતરક્ષેત્રિય અધિવેશન.
 
    - અખિલ ભારતીય અધિવેશન, જેમાં સંસ્થાના 3000 જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે.
 
 આ અધિવેશનમાં કુલ 6 સ્પર્ધાઓ છે. 
    - પૂર્ણ મુખપાઠ : વચનામૃત - સ્વામીની વાતો - કીર્તન તથા સાખીનો મુખપાઠ
 
    - સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરી
 
    - પ્રવચન / નિરૂપણ
 
    - શીઘ્ર સૂચિત નિબંધ સ્પર્ધા
 
    - સમૂહ કીર્તનગાન
 
    - સ્કીટ સ્પર્ધા
 
 
યોગીજી મહારાજને મુખપાઠ બહુ ગમતો. તેઓ યુવકોને હંમેશાં મુખપાઠ કરવાની પ્રેરણા આપતા. યોગીજી મહારાજને તથા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા 20,000થી વધુ યુવક-યુવતીઓએ મુખપાઠ કરવાના સંકલ્પ કર્યા છે.
આ યુવકોને મુખપાઠ કરવામાં સરળતા રહે તેમજ તેઓ ટ્રાવેલીંગમાં પણ મુખપાઠ કરી શકે તે માટે પુસ્તિકા તેમ જ MP3 ઓડિયો સીડી પણ પ્રકાશિત કરવામાં આવી છે.
અધિવેશનમાં સૌ યુવકોને ઉમંગભેર તૈયારી કરવાની પ્રેરણા મળે તે માટે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે શુભાશિષ પણ પાઠવ્યા છે.