પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	
		સ્વામીશ્રી હરિભક્તોને મુલાકાત આપી રહ્યા હોય એ દર્શન અત્યંત પ્રેરક અને ભાવસભર હોય છે. પાણીનું એક પણ ટીપું લીધા વગર સ્વામીશ્રી રોજના દોઢસોથી વધારે હરિભક્તોને મળતા હોય છે. એમાં પણ પસાર થતા હરિભક્તોના પ્રશ્નને સાંભળીને, એ પ્રશ્નમાં સંતોષજનક આશીર્વાદ આપવામાં સ્વામીશ્રી ક્યારેય ધીરજ ગુમાવતા નથી. પળે પળે પ્રશ્નોની ભૂમિકાઓ બદલાય છતાં સ્વામીશ્રી આ ઉંમરે પણ એ ભૂમિકા સાથે તાદાત્મ્ય સાધીને તેઓને પ્રેમથી આશીર્વાદ આપે છે.
	
		આજે પણ સૌને મળ્યા પછી સ્વામીશ્રી લિફ્ટ દ્વારા બારમે માળે આવતા હતા. એ દરમ્યાન અમૃતવદન સ્વામી કહે : ‘આ ઉંમરે પણ હરિભક્તોને મળવામાં આપની શ્રદ્ધા બહુ છે, થાકતા જ નથી.’
	
		સહજભાવે સ્વામીશ્રી કહે : ‘તમે બધા સંતો પણ કરો જ છો ને !’ સ્વામીશ્રીએ વાતને સામાન્ય કરી નાખી.
 
	 
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-9:
                                             
                                            The Spiritually Intelligent
                                        
                                        
                                            
	"… Thus, one who is intelligent should intensely maintain spiritual strength based on the conviction of God."
	 
	[Gadhadã II-9]