પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 10-8-2010
	જૂનાગઢથી કોઠારી ધર્મકીર્તિ સ્વામીનો ફેક્સ આવ્યો હતો. એમાં તેઓએ વિગત લખી હતી કે ‘હરિભાઈ મહેતા અહીંના આજીવન સેવક છે. 1993થી તેઓ સેવા આપે છે. પહેલાં હરિમંદિરમાં તેઓ પૂજારી તરીકે હતા. અત્યારે નીલકંઠ વર્ણી અભિષેક મંડપમ્માં સેવા આપે છે. રોજ સવારે 4 કિલોમીટર ચાલીને 6:00 વાગ્યા સુધીમાં મંદિરે આવી જાય છે. 85 વર્ષની ઉંમર છે. ઠંડા પાણીથી સ્નાન કરે છે.’
	આટલું વાંચ્યા પછી સ્વામીશ્રી કહે : ‘એમને કહેવાનું કે હવે ગરમ પાણીએ નહાય.’ વળી પાછા કહે : ‘ઠંડા પાણીથી વાંધો ન આવતો હોય તો ભલે ઠંડા પાણીએ નહાય.’
	આ વાત કરતાં સ્વામીશ્રીની આ ભલામણમાં એક સંનિષ્ઠ હરિભક્ત પ્રત્યેની સંભાળનો જે ભાવ છલકાતો હતો તે ખરેખર દર્શનીય હતો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-27.14:
                                             
                                            Shriji Maharaj's Principle
                                        
                                        
                                            
	“Moreover, a devotee never deviates from one’s dharma. Hence, to perform the bhakti and upãsanã of God while maintaining one’s dharma is My principle.”
	[Gadhadã II-27.14]