પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ઉતારામાંથી લિફ્ટ દ્વારા નીચે પધારી રહ્યા હતા. એ દરમ્યાન ભંડારી આનંદવિજય સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : ‘બાપા ! આપ અહીં રોકાયા એ દરમ્યાન સવા લાખ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો.’
સ્વામીશ્રીએ ભંડારીને નજીક બોલાવીને આશીર્વાદ આપતાં કહ્યું : ‘બસ, આ રીતે જ પ્રેમથી સૌને જમાડતા રહેજો. શાંતિથી, ધીરજ ગુમાવ્યા વગર કાર્યકરો સાથે પણ પ્રેમથી કામ લઈને એવું કામ કરવું કે જેથી બધા રાજી રહે અને ઉત્સાહથી સેવા કરે.’
Vachanamrut Gems
Loyã-7:
The Right to Offer Bhakti to God
"…Only one who is brahmarup has the right to offer bhakti to Purushottam."
[Loyã-7]