પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-7-2010, દિલ્હી
અક્ષરધામના નૂતન ગર્ભગૃહમાં તને-મને-ધને સેવા કરનાર હરિભક્તોને બોલાવીને આજે સાંજે સ્વામીશ્રીએ સૌને જાતે શાલ ઓઢાડી હતી. આ હરિભક્તો પૈકી કંપાલાથી આવેલા હરીશભાઈ ભૂપતાણી સ્વામીશ્રી પાસે આવીને કહે : ‘ब्रह्मधामदर्शकाय नमः।’
સ્વામીશ્રી કહે : ‘તમારી ભક્તિ એવી છે ને એ ભક્તિ વધતી જાય. મહિમા સહિત ભક્તિ વધતી જાય એ આશીર્વાદ છે.’
હરીશભાઈ કહે : ‘અમારા બધા પરિવારને રંગ લાગે એવા આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી કહે : ‘ધીરે ધીરે થઈ જશે.’
હરીશભાઈ કહે : ‘પણ એટલો ટાઇમ ક્યાં છે ?’
કિશોરભાઈ ભૂપતાણી કહે : ‘પ્રયત્નથી કે પ્રારબ્ધથી થાય કે કૃપાથી થાય ?’
સ્વામીશ્રી કહે : ‘કૃપા થાય તો જ ભગવાન અને સંત મળે. ભક્તિ કરતાં કરતાં કૃપા પણ થાય. મહારાજ તમારા સૌ ઉપર કૃપા જરૂર કરશે અને બેડો પાર થઈ જશે.’
Vachanamrut Gems
Gadhadã II-63:
If a Person does Develop a Grudge
“… On the other hand, if a person does develop a grudge with God or His devotees, I do not even like to look at him. In fact, My anger with such a person never subsides…”
[Gadhadã II-63]