પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-7-2010, દિલ્હી
યુગાન્ડાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને 50 વર્ષ પૂરાં થતાં હતાં. આ નિમિત્તે ઊજવાતા ‘સુવર્ણ જયંતી મહોત્સવ’ પ્રસંગે સ્વામીશ્રીને આફ્રિકા પધારવા માટેનું આમંત્રણ આપવા માટે ઇસ્ટ આફ્રિકા સત્સંગ મંડળના અગ્રણી હરિભક્તો અહીં આવ્યા હતા. તેઓની એક ખાસ મિટિંગ આવતીકાલે સવારે રાખવામાં આવી હતી. આજે સાંજે સ્વામીશ્રી કહે : ‘જો કોઈ નીકળવાના ન હો તો મિટિંગ સાંજે રાખીએ, કારણ કે સવારે સમય ઓછો મળે છે.’
સ્વામીશ્રીની સૂચના અનુસાર સૌ સભ્યોને પૂછવામાં આવ્યું, સૌ રાજી થયા.
આ જ સંદર્ભમાં વાત નીકળતાં સ્વામીશ્રી કહે : ‘દરેક હરિભક્તના મન સચવાવા જોઈએ. મન સાચવ્યાં છે ત્યારે આટલો સત્સંગ વધ્યો છે, બધાને સાંભળ્યા છે. યોગીજી મહારાજે બધાને કેવા સાચવ્યા છે ! એમ હરિભક્તોને સાચવવા એ મોટી સેવા છે.’
Vachanamrut Gems
Vartãl-14:
Redeemable and Irredeemable Sins
“… when one goes to a place of pilgrimage, one is freed of the sins one has committed elsewhere; but the sins committed at a place of pilgrimage are totally irredeemable – it is as if they are etched in iron.”
[Vartãl-14]