પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-7-2010, બોચાસણ
એક ભાઈ પોતાના પુત્રને લઈને આવ્યા હતા. આ પુત્ર ટપોરીઓના દીકરાઓના છંદે ચડીને અનેક પ્રકારનાં દૂષણોથી ઘેરાઈ ગયો હતો. બાળપણમાં સંસ્કાર હતા, પરંતુ યુવાનીમાં કુછંદને કારણે રિક્ષાવાળા જેવા સામાન્ય સ્થિતિના લોકો પાસેથી પૈસા પડાવતો થઈ ગયો હતો. આવા લોકો પાસે પૈસા પડાવ્યા પછી જો ફરિયાદ થાય તો પોલીસ અધિકારીનો દીકરો છોડાવી લાવે. આ રીતની આખી ગેંગમાં એ કર્તવ્યભાન ભૂલી ગયો હતો. એના રોજેરોજના આવા બેહૂદા વર્તનને કારણે માતા-પિતા દુઃખી હતાં. વળી, એને કારણે જ એના મોટાભાઈના દસ વર્ષ જૂના લગ્નસંબંધમાં પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો. એની એકની એક બહેનનાં લગ્નમાં પણ આનું વર્તન જ આડું આવતું હતું. સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારમાં દીકરો જાણે આફત બનીને આવ્યો હોય એમ સમસ્યાઓથી ઘેરાયેલાં માતાએ તાપી સુધી જઈને પડતું મૂકવાની તૈયારીઓ પણ કરી દીધી હતી. જોકે સત્સંગના શબ્દો સાંભળ્યા હતા, તેના કારણે એ પગલું માંડી વાળીને પોતાના દીકરાને સમજાવીને સ્વામીશ્રી પાસે મોકલ્યો હતો.
સ્વામીશ્રીએ આખી કથની સાંભળી અને પ્રેમથી એ છોકરાને સમજાવતાં કહ્યું : ‘તું વિચાર કર. તારે લીધે કેટલા લોકો દુઃખી છે !? બધાને તારા માટે દુઃખ છે, માટે તું સુધર. આ બધા દુઃખી થાય છે એના કરતાં તું સુધરી જા અને સુખી થા ને ! આવા બધા કુસંગમાં જીવન બગડે છે એનું ધ્યાન રાખ. નિયમિત પૂજા કરજે અને સાથે સાથે સત્સંગ સભામાં પણ જજે.’
પેલા યુવકે સ્વામીશ્રીના સ્નેહભર્યા થોડાક જ નિઃસ્વાર્થ શબ્દોમાં જીવન-પરિવર્તનનું વચન આપી દીધું. એક પરિવાર બચી ગયો.
Vachanamrut Gems
Gadhadã II-60:
Suffering of Other Devotees Distresses a True Devotee
“… Thus, only an outcast or a non-believer would not feel hurt when a devotee of God encounters some sort of misery, but a devotee of God would definitely become distressed by the suffering of other devotees.”
[Gadhadã II-60]