પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 12-10-2016, ગોંડલ
	આજે પરદેશના હરિભક્તો માટે નૂતન વર્ષના આશીર્વાદ આપતાં સ્વામીશ્રી જાણે પરભાવમાં આવી ગયા હતા. તેઓના મુખેથી અમૃતધારા આમ વહી નીકળી :
	“આજે નવું વર્ષ છે. અમારી પાસે ભગવાન છે, બીજું કાંઈ નથી અને ભગવાનમાં બધું આવી જાય છે. એટલે ભગવાનના આશીર્વાદ (સિવાય) બીજું કાંઈ અમે આપી શકીએ એમ નથી. આશીર્વાદ પચે એટલો આપણને લાભ થાય અને પચાવવા માટે પ્રતીતિ. જેટલી પ્રતીતિ હોય ને વિશ્વાસ હોય એટલું પચે અને એ પ્રમાણે કાર્ય થાય. મહારાજ, સ્વામી અને સત્પુરુષ એ ત્રણ આપણે સીધી લીટીની સમજણ.
	આપણે આત્મા છીએ અને દેહ નથી. આપણું સૌથી મોટું કાર્ય મહારાજ અને સ્વામીની નિષ્ઠા પ્રવર્તાવવી તે છે. આટલા માટે જ આપણો જન્મ છે. બીજું બધું તો આપણે દેહ છે એટલે કરવું પડે, પણ અંતરમાં ઊંડે ઊંડે આ નિષ્ઠા દૃઢ થાય એ જ આપણે તો જીવન છે.
	આ વસ્તુ જો સિદ્ધ થાય તો લેશમાત્ર પણ વાસના ન રહે અને બીજું બધું મુકાઈ જાય અને આપણે અનંત સુખના સાગરમાં ડૂબકાં મારતા ફરીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું : ‘નિયમ પાળવા, ભગવાનનું સ્વરૂપ સમજવું અને સંતનું સ્વરૂપ ઓળખવું. તેને ધન્ય ધન્ય ધન્ય છે, તેના ઉપર રાજી રાજી રાજી છે.’ એટલે આપણે આટલું જ કરવાનું છે.”
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-18:
                                             
                                            The Power of Understanding
                                        
                                        
                                            
	Thereafter, Shriji Mahãrãj continued with another example and said, "Large flames of a fire are extinguished when water is poured over it, whereas even a slight flash of lightning can never be extinguished, even though it is in the midst of dense rain clouds. Similarly, regardless of how much vairãgya one may have, or how much love for God one may have, if one does not have understanding, then like the flames of the fire, all of one's virtues will be lost due to water in the form of bad company. In comparison, one who has vairãgya and love compounded with understanding is like the fire of lightning. It may be slight, but it is never destroyed."
	 
	[Sãrangpur-18]