પ્રેરણા પરિમલ
હિંમત હારવી નહીં...
(તા. ૧૫-૦૪-૨૦૦૮, સારંગપુર)
એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. ભાઈઓ સાથે મિલકત અંગેના ભાગમાં પોતાને અન્યાય થતો હોવાનું લાગતાં તેણે બે વખત આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ હતાશ યુવકે સ્વામીશ્રી સમક્ષ પોતાના હૃદયની વ્યથા ઠાલવી. સ્વામીશ્રીએ તેને શાંતિથી સાંભળ્યો. ત્યાર બાદ સ્વામીશ્રીએ તેને કહ્યું: 'હજી તો તું જુ વાન છે. ઘણાં વરસો કાઢવાનાં છે. જિંદગી ઘણી છે. ભાઈભાગમાં તકલીફ હોય તો એનું નિરાકરણ તો થઈ જાય, પણ એમાં મરવાની શું જરૂર? તું ધંધો કરે છે, પૈસા કમાય છે પછી હિંમત શું કામ હારી જવી? શ્રીજીમહારાજને પ્રાર્થના કરજે, તકરાર મટી જશે. હિંમત રાખજે, દુઃખ નહીં રહે અને રોજ પાંચ માળા કરજે.'
સ્વામીશ્રીના બળભર્યાં પ્રેરણા વચનોને કારણે એ હતાશ યુવાનમાં જીવનની નવી આશાનો સંચાર થયો.
Vachanamrut Gems
Loyã-7:
Highest Realisation
"… That is to say, even after one has become brahmarup, one still has to realise Parabrahma Purushottam…"
[Loyã-7]