પ્રેરણા પરિમલ
ભગવાન એક સ્વતંત્ર છે.
(તા. ૦૯-૦૪-૨૦૦૮, સારંગપુર)
સ્વામીશ્રીના સંધ્યા ભ્રમણ દરમ્યાન શ્રીહરિ પર્વ નિમિત્તે શાંતમુનિ સ્વામીએ 'નિયામકાય નમઃ' તથા પૂર્ણજીવન સ્વામીએ 'સ્વતંત્રાય નમઃ' એ વિષયક પ્રવચન અંગ્રેજી ભાષામાં કર્યું અને એનું ભાષાંતર પણ કર્યું. 'સ્વતંત્રાય નમઃ' એ પ્રવચન ચાલી રહ્યું હતું એ દરમ્યાન ભ્રમણના વચગાળાનો વિશ્રામ-સમય આવ્યો. સ્વામીશ્રી ખુરશી ઉપર વિરાજ્યા. એટલે યોગીચરણસ્વામીએ કહ્યું, 'એક વાક્ય બોલો.'
'શું બોલું ?' સ્વામીશ્રીએ દ્વિધા બતાવી.
સંતોએ કહ્યું, 'આપ તો સ્વતંત્ર છો, જે બોલવું હોય એ.'
આ સાંભળતાં તરત જ સ્વામીશ્રી કહે, 'આપણે ક્યાં સ્વતંત્ર છીએ! આપણે તો ભગવાનને આધીન છીએ. ભગવાન એક સ્વતંત્ર છે. એ બધું તંત્ર કરે છે ને ચલાવે છે.'
સ્વામીશ્રીની આ અનન્ય દાસત્વભક્તિ સૌને સ્પર્શી ગઈ.
Vachanamrut Gems
Loyã-14:
The Nature of Egotism
"What is egotism like? Well, a person with egotism remains arrogant even before those who are superior to him, but he cannot become humble and serve them."
[Loyã-14]