પ્રેરણા પરિમલ
સાધનાની દિશા...
સ્વામીશ્રી આરામ કરવા માટે પલંગ ઉપર વિરાજમાન થયા. એ દરમ્યાન બ્રહ્મવિહારી સ્વામી કહે, 'યુવા કાર્યકરોના દિવ્ય સંનિધિ પર્વમાં એક સંવાદ રજૂ થયો હતો. સંવાદનો વિષય હતો 'ગુરુની આજ્ઞા મૂઢપણે પાળવી કે કેમ?'
આ સાંભળીને સ્વામીશ્રી બોલ્યા, ‘गुरोराज्ञा अविचारणीया....। એમ શાસ્ત્રમાં લખ્યું છે ને!'
'ગુરુની આજ્ઞામાં વિચાર જ નહીં કરવાનો?'
સ્વામીશ્રી કહે : 'બીજા બધામાં બુદ્ધિ વાપરવાની, પણ ગુરુની આજ્ઞામાં નહીં.'
'તો ભગવાને બુદ્ધિ આપી છે શું કરવા?'
સ્વામીશ્રી કહે, 'બીજાનું સારું કરવા. પોતાના મોક્ષ માટેનો વિચાર કરવા. ભગવાને બુદ્ધિ આપી તો આ રીતે મોક્ષનો વિચાર થાય. ભગવાને જે કંઈ આપ્યું છે એ ખોટું નથી આપ્યું, પણ આપણે વાપરીએ છીએ ખોટા માર્ગે. એમણે મન પણ આપ્યું છે, પણ આપણે મનથી ઊલટસૂલટ કરીએ છીએ અને એટલે દુઃખી થઈએ છીએ. કહ્યું છે ને કે तर्कोऽप्रतिष्ठः। એ સૂત્ર છે ને! મન એવું છે કે કંઈક ને કંઈક તર્ક કરે, કંઈક ને કંઈ તર્ક કરે એટલે એની પ્રતિષ્ઠા ન કહેવાય. ભગવાન અને સત્પુરુષ આગળ કોઈ તર્ક કરવાની જરૂર નહીં. વ્યાવહારિક બાબતમાં આજ્ઞા થાય તો એમાં બુદ્ધિ વાપરવી પડે, પણ મોક્ષની બાબતની વાત છે, એમાં બુદ્ધિ વાપરવાની જરૂર નહીં.'
સ્વામીશ્રીએ સહજ વાર્તાલાપમાં અદ્ભુત સાધનાની દિશા દર્શાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-28:
The essence of all the scriptures
“… Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God…”
[Gadhadã II-28]