પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-5-2010, અમદાવાદ
ગઈકાલની રવિવારની સભામાં વીસ હજાર હરિભક્તો ઉપસ્થિત હતા. આ સૌ હરિભક્તોને તાજો કેરીનો રસ જમાડવામાં આવ્યો હતો. એમાં પણ સારામાં સારા પ્રકારની કેરીઓ વાપરવામાં આવી હતી. આ વાત સાંભળીને સ્વામીશ્રી રાજી થયા.
વાત પૂરી થયા પછી સ્વામીશ્રી કહે : ‘આ સિદ્ધેશ્વર સ્વામી સુરેન્દ્રનગરથી આવ્યા છે ને પાછા સુરેન્દ્રનગર જવાના છે, તો સુરેન્દ્રનગરના ઠાકોરજી માટે સારામાં સારી કેરીઓ બાંધી આપજો. કેસર, હાફૂસ આ બધું બાંધજો, જેથી ઠાકોરજી જમે અને સંતો પણ જમે.’
Vachanamrut Gems
Gadhadã II-56:
Whose Foundation is Weak?
“If a person does have as much love for other objects as he does for God, then his foundation is indeed very weak…”
[Gadhadã II-56]