પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 21-11-2010, બોચાસણ
	આજે કાર્તિકી પૂર્ણિમાનો શુભ દિવસ હતો. આજના દિવસે અહીં અન્નકૂટ ગોઠવવામાં આવે છે. સ્વામીશ્રીએ આજે આ અન્નકૂટનાં દર્શન કર્યાં. નૈરોબીના અરવિંદભાઈ સાહેબ તરફથી દર વરસે અહીં આ અન્નકૂટની સેવા પ્રાપ્ત થાય છે.
	સ્વામીશ્રીએ ત્રણેય ખંડમાં અન્નકૂટ સહિત ઠાકોરજીની આરતી ઉતારી અને ત્યારપછી પ્રદક્ષિણામાં આવેલા ગુરુપરંપરાના ખંડમાં દર્શન કરવા પધાર્યા. અહીં ગુરુપરંપરાની મૂર્તિઓ સમક્ષ અન્નકૂટનો થાળ જોયો નહીં, એટલે તરત જ સ્વામીશ્રીએ પૂછ્યું : ‘અહીં કેમ થાળ નથી થયો ?’
	પૂજારી કહે : ‘અહીં એક જ થાળ રાખવામાં આવે છે, વારાફરતી ધરાવી દઈએ છીએ.’
	સ્વામીશ્રી કહે : ‘કાયમ જે હોય એમાં વાંધો નહીં, પરંતુ આજે તો અન્નકૂટ છે, એટલે બધા ખંડમાં ધરાવવો જોઈએ.’ આમ કહીને ભંડારીને અન્નકૂટનો થાળ તૈયાર કરવાની સ્વામીશ્રીએ સૂચના મોકલાવી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-39:
                                             
                                            My Message to You
                                        
                                        
                                            
	“Therefore, one should keep a firm conviction of the form of God and staunchly worship Him. This is My message to you. So, please imbibe these words firmly in your lives.”
	[Gadhadã II-39]