પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 20-3-2017, નૈરોબી
	આજે સ્વામીશ્રી કેન્યાના રાષ્ટ્રપ્રમુખ ઉહુરુ કેન્યાટાને મળવા સ્ટેટ હાઉસ પધાર્યા. આત્મસ્વરૂપદાસ સ્વામીએ સ્વામીશ્રીના આગમનથી દુષ્કાળગ્રસ્ત કેન્યામાં વર્ષાનો પ્રારંભ થયો, તેની વાત ઉહુરુને કરી. ઉહુરુ ખુશ થતાં કહે : ‘Then we need him here.’ (આપણે તેઓને અહીં જોઈએ છે.) સૌ હસી પડ્યા.
	વિચારો અને સ્મૃતિભેટનાં આદાન-પ્રદાન પછી અહીંથી વિદાય લેતાં સ્વામીશ્રી કહે : ‘May God keep blessing you. May the whole country have peace, progress and prosperity.’ (ભગવાન તમારું ભલું કરે. આખા દેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ થાય.)
	ઉહુરુજી કહે : ‘I am asking you to pray for success, rain, unity...’ (હું આપને સફળતા, વરસાદ, સંપ... વગેરે માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું)
	‘...And for you.’ (અને આપના માટે) સ્વામીશ્રી યથાર્થ સમયે અદ્ભુત શબ્દો બોલ્યા. ઉહુરુજી તો ભાવાર્દ્ર થઈ ગયા. સત્પુરુષનો આવો પ્રેમ તેઓ પ્રથમ વાર જ ચાખી રહ્યા હતા. મુલાકાત શરૂ થયાની થોડી વાર પછીથી તેઓ પ્રેસિડેન્ટના હોદ્દા પરથી નહીં પણ ભક્ત-હૃદયથી બોલી રહ્યા હતા, તેવું સ્પષ્ટ દેખાતું હતું.
	તેમણે સ્વામીશ્રીને ખૂબ ભાવથી વિનંતી કરી : ‘You come again and again and again and again.’ (આપ વારે વારે અમારે ત્યાં પધારો.)
	અંતમાં બહાર સમૂહ છબિ પડાવવા, સ્વામીશ્રીનો હાથ પોતાના હાથમાં લઈને તેઓ ચાલવા લાગ્યા. તેઓ સ્વામીશ્રીનો હાથ છોડતા જ નહોતા. એક વાર તો બાળકની જેમ તેઓએ સ્વામીશ્રીના ગળે પણ હાથ મૂકીને પ્રેમથી વાર્તાલાપ કર્યો હતો.
	શર્કરા મધુર હોય છે, તેનો અનુભવ બાળ-યુવાન- વૃદ્ધ સૌને થાય છે; તેમ સ્વામીશ્રી દિવ્ય છે, તેનો અનુભવ યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને થાય છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-17.15:
                                             
                                            A Person Who Has Not Realised the Greatness of the Sant
                                        
                                        
                                            
	"Conversely, if a person enters an assembly of sãdhus and is not accordingly honoured by the Sant, and if he then bears an aversion towards the Sant, it implies that that person has not realised the greatness of the Sant; otherwise he would not bear an aversion in that manner…"
	 
	[Loyã-17.15]