પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 30-3-2017, દાર-એ-સલામ
	સાયંભ્રમણ દરમ્યાન ‘દિગંતમાં ડંકા’ પુસ્તકનું વાંચન શરૂ થયું. તેની અંદર આવ્યું - ‘યોગીબાપાને જોઈને આફ્રિકન ભાઈઓ બોલતા ‘ઈકો મૂંગુ... ઈકો મૂંગુ...’
	સ્વામીશ્રીએ તેનો અર્થ પૂછ્યો. સંતોએ કહ્યું : ‘એનો મતલબ આ ભગવાન છે... આ ભગવાન છે...’
	સ્વામીશ્રીનાં દર્શનથી તેવો અનુભવ અત્યારે પણ થાય છે તેની વાત કરતાં યોગીમનનદાસ સ્વામીએ કહ્યું : ‘આજે સૌથી નીચેના ફ્લોર પર એક સ્થાનિક આફ્રિકનભાઈ નોકર તરીકે સેવા કરે છે. તેને આપે આશીર્વાદ આપ્યા તો તે ખૂબ કેફમાં આવી ગયો છે. તે કહે છે - ‘મને સાક્ષાત્ ભગવાને આશીર્વાદ આપ્યા છે. જો હું બીજે હોત તો આવો લાભ ન મળત. તેમણે મને આશીર્વાદથી શક્તિ આપી છે.’
	‘સંત તે સ્વયં હરિ’ - આવો અનુભવ અહીંના મુમુક્ષુઓને પણ થાય છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-12:
                                             
                                            The Art of Ruling
                                        
                                        
                                            
	"… Similarly, if the jiva were to attempt to rule the kingdom in the form of the body without understanding the art of ruling, then it would never become happy."
	 
	[Gadhadã II-12]