પ્રેરણા પરિમલ
એટલામાં ક્યાં નીચા થઈ જવાના છીએ ?
બોચાસણમાં સ્વામીશ્રી સંતો સાથે બિરાજ્યા હતા. પ્રવૃત્તિમાર્ગ અંગે વાતો ચાલતી હતી.
પ્રવૃત્તિમાં રહીને પણ ભજન-ભક્તિ કરવી, શુદ્ધભાવે સેવા કરવી, સાધુતા રાખવી એ પણ એક સાધના છે; ખાંડાની ધાર ઉપર ચાલવાનો માર્ગ છે. તે અંગે સ્વામીશ્રી સંતોને ઉપદેશ-વચનો સંભળાવી રહ્યા હતા. ત્યારે સર્વમંગલ સ્વામી કહે, 'આપે કેટકેટલું સહન કર્યું છે, તે સમયના લોકોનું કેટલું સમાવ્યું છે ને સાચવ્યું છે...'
'પણ એ બધાએ કેટલી સેવાઓ કરી હતી !' સ્વામીશ્રીએ તેમને અટકાવતાં કહ્યું.
'એ બધાનાં અપમાનજનક શબ્દો પડે ત્યારે તો ખાવાનુંય ન ભાવે, બોલવામાં ઊભરો ન આવી જાય ?' સર્વમંગલ સ્વામીએ પૂછયું.
'અમારા જેવાં કોઈ કદાચ બોલે નહિ, પણ જે પ્રવૃત્તિ કરતો હોય તેમાંથી પાછા તો પડી જ જઈએ. આપને એવું કાંઈક થાય ?' જનમંગલ સ્વામીએ ઉમેર્યું.
'ના. એવું કાંઈ થયું નથી. આપણી ઇચ્છા હોય ને ના થાય તો જેવી શ્રીજીમહારાજની ઇચ્છા. તકરારનું ઘર શું ? આપણો મમત રાખીએ એ જ ને ! 'આમ કેમ ન કર્યું ?' - એવું શું કામ રાખીએ ? આપણે આપણું મૂકી દીધું એટલે પત્યું. ખેંચતાણ કરીએ તો ઝઘડાનો સંભવ. પેલો મારમાર કરતો આવ્યો હોય તો આપણે મૂકી દઈએ, નહિ તો પાછી ચકમક ઝરે. આપણે આપણું હેઠું મૂકી દઈએ એમાં આપણું શું જવાનું છે ? પોતાનું મનનું ધારેલું નીચું મૂકવામાં ક્યાં આપણે નીચા થઈ જવાના છીએ ?...'
સ્વામીશ્રી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિરાટ પરિવાર કઈ રીતે ટકાવી શક્યા છે તેનું આ રહસ્ય દરેક પરિવાર અને તેના મોભીઓ સમજે તો પરિવારના કેટલા પ્રશ્નો નિવારી શકાય !
સ્વામીશ્રીએ વિસ્તારથી પોતાની હૃદયભાવના જણાવી, જેમાં સરળતા ને સહનશીલતાની ઉત્તમ શીખ સહજતાથી આપી.
Vachanamrut Gems
Panchãlã-1:
The Necessity of Thinking of the All-Superior Bliss of God
"… Without applying this thought, if one's vrutti does become attached to alluring vishays, it will barely become detached - and that too, after much effort. As for one who has applied this thought, however, very little effort is involved in withdrawing one's vrutti; one can easily realise the vanity of the vishays."
[Panchãlã-1]