પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ગરમની શી જરૂર છે ? 
									
                                    
                                        
	એક પ્રસંગે મહેસાણામાં સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડવાની તૈયારી કરતા હતા.
	પત્તરમાં થોડું પીરસાયું ને અમેરિકાથી ફોન આવ્યો.
	સામેથી વાત કરતી વ્યક્તિને ભાવિના સમયની ને હાલ સ્વામીશ્રી શું કરતા હશે તેની જાણકારી આ જડ ફોન આપતો નથી, તેથી તે તો પોતાની વાર્તા પેટ ભરીને કર્યા જ કરે. પણ સ્વામીશ્રી ભૂખ્યા પેટે શાંતિથી સાંભળી રહ્યા હતા ને ખુલાસાઓ કરતા રહ્યા હતા.
	લાંબો ચાલેલો ફોન પૂરો થયો ત્યારે પત્તરમાં પીરસાયેલી કોરી રોટલી તદ્દન સુકાઈ ગઈ હતી.
	એટલે સેવક કૃષ્ણવલ્લભ સ્વામી કહે : 'બીજી ગરમ રોટલી મૂકું ?'
	એમ કહેતા તે મૂકવા લાગ્યા ને કહ્યું, 'કોરી રોટલી ગરમ હોય તો જ જમતાં ફાવે.'
	સ્વામીશ્રીએ તેમને રોકતાં કહ્યું : 'ના, ગરમની શી જરૂર છે ? જે આવી એ જ ચલાવીએ.'
	પછી પોતાની રુચિને સહેજ પ્રગટ કરતાં કહે, 'જે વખતે જે હોય એનાથી ચલાવતાં આવડવું જોઈએ. એનું નામ વૈરાગ્ય.'
	ત્યાગ કે વૈરાગ્યની કેટલી સહજ વ્યાખ્યા !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-8:
                                             
                                            Controlling One's Hands
                                        
                                        
                                            
	"To overcome the over-excitability of the hands, whenever the hands are idle, one should keep a rosary in one's hand and turn it while chanting the name of God in rhythm with the inhaling and exhaling of one's breath. One should not, however, turn the rosary hurriedly…"
	 
	[Loyã-8]