પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 2-12-2010, બોચાસણ
	થોડા દિવસ પહેલાં સ્વામીશ્રી પૂજામાં હતા. પૂજા દરમ્યાન સ્વામીશ્રીને ઠંડી જેવું લાગતું હતું. ચાલુ પૂજામાં નારાયણચરણ સ્વામીએ સ્વામીશ્રીને લગભગ એમ કહી શકાય કે ધાબળામાં ઢબોરી દીધા, છતાં ગૌમુખીમાં હાથ રાખીને માળા ફેરવી રહેલા સ્વામીશ્રીના હાથમાંથી માળા વારે વારે છટકી જતી હોય એવું લાગતું હતું. એ વખતે સ્વામીશ્રીએ કોઈ જ ફરિયાદ કરી ન હતી, ફક્ત ‘ઠંડી લાગે છે’ એટલી જ ફરિયાદ કરી હતી. આ વાતને થોડા દિવસો વીતી ગયા.
	ગઈકાલે રાત્રે વધુ પૂછપરછ કરતાં સ્વામીશ્રીએ હકીકતમાં જે હતું એ કહ્યું કે ‘એ દિવસે મને છાતીમાં સખત દુખતું હતું.’
	‘એ દુખાવો કેવો હતો ?’ યોગીચરણ સ્વામીએ પૂછ્યું, ત્યારે જ સ્વામીશ્રી બોલ્યા : ‘સહન ન થાય એવો.’
	આ સાંભળતાં જ યોગીચરણ સ્વામીએ તરત જ કહ્યું કે ‘આવું કાંઈ પણ હોય તો પહેલાં તરત કહી દેવું. આ ઉંમરે નાનો-મોટો કોઈ પણ દુખાવો છુપાવવો જોઈએ નહીં.’
	સ્વામીશ્રી કહે : ‘મને તો એમ કે ઠંડી લાગે છે એટલે એનું કાંઈ હશે !’
	જોકે આ દુખાવો તો જુદો તો હતો જ, કારણ કે એ દિવસે સ્વામીશ્રીના સ્વાસ્થ્યનાં જે કોઈ શારીરિક પરીક્ષણો થયાં હતાં એ બધાંનો તાળો મેળવતાં અત્યારે સૌને એમ લાગતું હતું કે આ દુખાવાને સામાન્ય રીતે ન લેવાય. એટલે જ રાત્રે યોગીચરણ સ્વામીએ ડૉ. કિરણભાઈ દોશી સાથે વિમર્શ કરી લીધો. આજે સવારે તેઓ આવી પણ પહોંચ્યા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-47:
                                             
                                            The Vishays will Never Satisfy Us
                                        
                                        
                                            
	“… Similarly, the indriyas have never become satisfied by the vishays, and they never will be. So, now, one should eradicate one’s attachment to the vishays…”
	[Gadhadã II-47]