પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 25-3-2017, લેનેશિયા
	આજે સાંજે સ્વામીશ્રીના વરદહસ્તે જ્હોનિસબર્ગમાં નોર્થ રાઇડિંગ વિસ્તારમાં નૂતન શિખરબદ્ધ મંદિરનો તથા હવેલીનો શિલાન્યાસ વિધિ શરૂ થયો. સ્વામીશ્રીએ પૂર્વે આશીર્વાદ આપ્યા હતા તે પ્રમાણે, અહીંના વાતાવરણની પ્રકૃતિ વિરુદ્ધ, અત્યારે ન તો ઠંડી હતી કે ન તો વરસાદ. અને વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે અત્યારે લાઇવ ફૉરકાસ્ટ એટલે જીવંત આગાહીમાં વરસાદ બતાવી રહ્યો હતો, પણ સ્વામીશ્રીના ઐશ્વર્ય-
	પ્રતાપથી વિધિ દરમ્યાન ઇન્દ્રે કરેલાં અમીછાંટણાં સિવાય સહેજે વરસાદ નહોતો.
	બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે :
	एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि
	सूर्याचन्द्रमसौ विधृतौ तिष्ठतः।
	एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि
	द्यावापृथिव्यौ विधृते तिष्ठतः॥
	અર્થાત્ ‘સૂર્ય અને ચંદ્ર અક્ષરના પ્રશાસનમાં છે, પૃથ્વી અને અંતરિક્ષ અક્ષરના પ્રશાસનમાં છે,’ - આ અનુભવ સૌને થયો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-8:
                                             
                                            Controlling the Senses on Ekadashi
                                        
                                        
                                            
	"… Therefore, when observing the fast of Ekãdashi, the eleven indriyas should not be allowed their respective diets. Since such an observance arrives once every fifteen days, one should definitely make a point of observing it. In return, God will become pleased upon one. Without this, however, merely fasting does not please Him."
	 
	[Gadhadã II-8]