પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૯
ગોંડલ, તા. ૨૨-૩-'૬૧
યોગીજી મહારાજ આગળ અમે સૌ નવા સંતો બેઠા હતા. પછી અમે કહ્યું કે મૅટ્રિકમાં આ વખતે સિત્તેર હજાર છોકરાઓ બેઠા છે.
તે સાંભળી સ્વામીશ્રીએ આશ્ચર્યપૂર્વક કહ્યું : 'એમ ! જો બધા સાધુ થાય તો કેવું ? બધાં મંદિર ભરાઈ જાય. મને તો કોઈ કૉલેજમાં નથી લઈ જતું, નહિ તો હું આખી કૉલેજ રંગી નાખું. બધાને સમજાવું એટલે સાધુ થઈ જાય. મેં ખેંગારજીભાઈને કહ્યું હતું કે મને હાઈસ્કૂલમાં લઈ જાવ...'
બાજુમાં ઘનશ્યામભાઈ બેઠા હતા. તેમને સમજાવતાં કહે, 'આ વખતે બની જાવ... આ ચાન્સ (Chance) ફરી નહિ મળે.'
ઉપદેશના આ શબ્દોમાં સ્વામીશ્રીને સાધુ બનાવવાનું કેવું ને કેટલું તાન છે તે સહેજે જણાઈ આવે છે. આ વાર્તાલાપ જેણે સ્વામીશ્રીના મુખેથી પ્રત્યક્ષ સાંભળ્યો હોય તેને સ્વામીશ્રીની તે સમયની મુખમુદ્રા ઉપરનો અદ્ભુત ઉલ્લાસ સહેજે જોવા મળતો. જાણે આખા જગતને સાધુ બનાવી દઈએ એટલો બધો ઉમંગ એમની વાણી ને મુદ્રામાં છલકાઈ જાય. આખરે તો જે સાચા અર્થમાં સાધુ હોય તે જ બીજાને સાધુ જુએ ને બીજાને સાધુ કરી શકે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Method of Overcoming Lust, Anger, etc.
Then Nityãnand Swãmi asked, "What is the method for overcoming the enemies of lust, anger, etc.?"
Shriji Mahãrãj replied, "Lust and those other enemies are overcome only if one remains alert to mercilessly punish them…"
[Loyã-1]