પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન જૂના અને સંનિષ્ઠ હરિભક્ત ઓધવજીભાઈની વાત નીકળી. તેઓએ પોતાની કીમતી જમીન સંસ્થાને ભેટ આપેલી છે અને અત્યારે સ્વામીશ્રીની આજ્ઞાથી ગાંધીનગરમાં જ રહે છે. આવા હરિભક્તોની સર્વ પ્રકારની સંભાળ સ્વામીશ્રી અવારનવાર રાખતા જ રહે છે. આજે પણ વાત નીકળતાં સ્વામીશ્રીએ વિગતે તેઓની સંભાળ કઈ કઈ રીતે લેવાય છે એની પૂછપરછ કરી. વિશ્વવિહારી સ્વામીએ બધી જ માહિતી આપી, એટલે સ્વામીશ્રી રાજી થયા. પછી સામાન્યતયા વૃદ્ધોની વાત નીકળતાં સ્વામીશ્રી કહે : ‘વૃદ્ધ થાય એટલે બોલવાનું વધી જ જાય, પણ એ ગમે એ કરે, પણ પ્રેમથી સેવા કરવી.’