પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સમય થતાં સ્વામીશ્રી આરામમાં પધાર્યા. પડદા બંધ થયા, લાઇટો બંધ થઈ, પછી સ્વામીશ્રીએ કોઠારી ધર્મકુંવર સ્વામીને બોલાવ્યા અને સામેથી જ વાત કરતાં કહ્યું કે ‘ચંદ્રકાન્તભાઈ પૂજારાથી માંડીને જેઓએ મંદિરની સેવા કરી છે એ સૌનો ફોટો મંદિર ઉપર પાડવો છે.’ સ્વામીશ્રીએ ઝીણવટથી બધી ચર્ચા કરીને લગભગ વીસેક મિનિટ સુધી હરિભક્તોને યાદ કર્યા અને બોલાવી લેવા સૂચના આપી. એ પ્રમાણે ચંદ્રાકાન્તભાઈ પૂજારા, કુમારભાઈ પૂજારા, ધ્રુવ પૂજારા અને તેઓની સાથે દાજીબાપુ પરિવારમાં ઉપસ્થિત જે કોઈ હોય એ શંભુસિંહ અને હિતેન્દ્રસિંહ તથા હરીશભાઈ ભૂપતાણી વગેરેને યાદ કરીને બોલાવી લેવા સૂચના આપી ને સાથે સાથે પારાયણ કરાવનાર ગિરધરભાઈ ઘાડિયાને પણ હાજર રાખવા વાત કરી. આ રીતે સૂતાં સૂતાં પણ સ્વામીશ્રીએ સૌની ચિંતા કરી. ફોટો પડાવવાની ક્રિયા નાની છે, પણ સ્વામીશ્રી સૌને યાદ રાખે છે એ વાત કેટલી મોટી છે !!
Vachanamrut Gems
Gadhadã III-24:
Two Ways to Fall from Bhakti
“There are two ways in which a person falls from the bhakti of God: One is by listening to shushka-Vedãnta scriptures, whereby he may consider the form of Shri Krishna Bhagwãn and other forms of God to be false – just as he considers all other forms to be false. Such a shushka-Vedãnti should be considered to be extremely ignorant. The other way of falling is by believing, ‘If I worship God, then I will enjoy women, food, drink and other pleasures of the panchvishays in Golok and Vaikunth.’ Then, due to the desires of those pleasures, he forgets even God…”
[Gadhadã III-28]