પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૮
બોચાસણ, તા. ૨૧-૭-૧૯૭૦
ચાતુર્માસના નિયમ લેવાતા હતા. જે કોઈ યુવક યોગીજી મહારાજ પાસે આવે તે સૌને સ્વામીશ્રી ધારણાંપારણાંના નિયમ આપતા. પછી તે નવો હોય કે જૂનો, નાનાં બાળકો હોય પણ જો નિયમ લેવાનો જરા પણ ઉમંગ બતાવે તો તુરત સ્વામીશ્રી એમને પણ ધારણાંપારણાં વ્રતના નિયમ આપતા. આથી મને જરા સંકલ્પ થયો કે મોટા યુવકો તો કદાચ ધારણાંપારણાંનું વ્રત કરી શકે, પણ તદ્દન નાનાં નાનાં બાળકોને બાપાએ આ વ્રત ન આપવું જોઈએ. આવો મારો ભાવ જાણીને તે જ દિવસે સ્વામીશ્રીએ ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૭મું વચનામૃત 'મોળી વાત ન કર્યાનું' વંચાવ્યું ને મારા સંશયને છિન્નભિન્ન કરી નાખ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-6:
Means To Please God
Muktãnand Swãmi then asked, "Mahãrãj, by which virtue is God pleased upon a devotee?"
Shriji Mahãrãj replied, "God is pleased with a devotee who becomes free of lust, anger, avarice, deceit, egotism, jealousy and matsar, and then offers bhakti to God..."
[Kãriyãni-6]