પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૫
લંડન, તા. ૨૫-૬-૧૯૭૦
આજે 'કીલબર્ન ટાઈમ્સ'ના રિપોર્ટર ગેરી ચેપમેન તથા સાથે ફોટોગ્રાફર રેગ આવેલા. મુલાકાત દરમિયાન એમણે યોગીજી મહારાજને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એમનો છેલ્લો પ્રશ્ન એ હતો -
ગેરી : 'અહીંના લોકોની કઈ વિશેષતા આપને ગમી ?'
સ્વામીશ્રી : 'વાત કરીએ તો માની લે. મહેનત ન પડે.'
અને તુરત સ્વામીશ્રીએ તેમને કહ્યું, 'તમે અહીં આવ્યા છો તો એક નિયમ લો. ભગવાનનો આશરો કરો. પૂર્વનાં પાપ બળી જાય. દારૂ ન પીઓ, એ એક નિયમ રાખો.'
વર્તમાન ધરાવી સ્વામીશ્રીએ એમને કંઠી પહેરાવી અને આશીર્વાદ આપ્યા, 'તમારાં કર્મ બધાં બળી ગયાં. મોક્ષ થઈ ગયો. કંઠી કાઢવી નહિ અને એક માળા સ્વામિનારાયણ નામની ફેરવવી.' સાથેના ફોટોગ્રાફરને પણ સમજાવ્યું. જમતાં જમતાં સ્વામીશ્રી કહે, 'પ્રગટ ભગવાનના વચને એક નિયમ પાળે ને મનધાર્યાં કરોડ નિયમ પાળે તોપણ એને બરાબર નથી...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-18:
Continuous Examination Cures All Swabhavs
"… Thus, any swabhãv which one may have can be eradicated if one continuously examines oneself while doing satsang."
[Sãrangpur-18]