As a tribute to Brahmaswarup Pramukh Swami Maharaj, after the conclusion of the grand Pramukh Swami Maharaj Shatabdi Mahotsav, the murti-pratishtha ceremony of the Pramukh Smruti Mandir in Sarangpur will be held on Vasant Panchami, 26 January 2023. So that everyone can attend this celebration with great comfort and enjoyment, we need your support and assistance.

As you are aware, accommodation in Sarangpur is very limited, especially for a celebration of this magnitude. 

  • The pratishtha rituals will be performed on 26 January (Thursday) from 10.00 a.m. to 12.00 noon. Swamishri will not be giving puja darshan on that day.
  • As such, we request everyone to come to Sarangpur directly on the day of the utsav (26 January 2023) by 10.00 a.m.
  • Accommodations in Sarangpur & Gadhada mandirs will be reserved for guests only.
  • Together, let us ensure a smooth and comfortable celebration for us, our family and our greater BAPS family by supporting these arrangements and earning the innermost blessings of our beloved Guruhari Pramukh Swami Maharaj and Pragat Guruhari Mahant Swami Maharaj.
  • Please note: the entire event will be webcast live, so you can also witness this historic occasion from the comfort of your home.

 

On behalf of Pragat Brahmaswarup Mahant Swami Maharaj,

Sadhu Gnaneshwardas
(Kothari Swami, BAPS Mandir, Sarangpur)

 

વિ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિમાં, તીર્થસ્થાન સારંગપુરમાં તેઓને અંજલિ અર્પતાં નવનિર્મિત સ્મૃતિમંદિરમાં તેઓની દિવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠાવિધિ ઉત્સવ તા. ૨૬/૦૧/૨૦૨૩, વસંત પંચમીના શુભ દિવસે પ.પૂ. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થનાર છે.

આ ઉત્સવમાં લાભ લેવાનો સૌને ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. આપ સૌ જાણો છો તેમ, તીર્થધામ સારંગપુરમાં ઉતારાની વ્યવસ્થા મર્યાદિત છે. મોટી સંખ્યામાં દૂર દૂરથી આવનાર મોટેરા મહેમાનો માટે પણ વ્યવસ્થા કરવી કઠણ છે. તે સૌની વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એ માટે આપ સૌના સાથ-સહકારની ખાસ આવશ્યકતા છે.

  • તા. ૨૬/૦૧ (ગુરુવાર) ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન પ્રતિષ્ઠા કાર્યક્રમ રહેશે. એ દિવસે સ્વામીશ્રી પૂજા દર્શન આપશે નહિ.
  • તેથી, લાભ લેવા ઇચ્છતા સત્સંગીઓ તા. ૨૬/૦૧ (ગુરુવાર) ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં પહોંચે તો તેઓ સારી રીતે લાભ લઈ શકશે. એટલે સહુ સવારે જ આવે તે ઇચ્છનીય છે.
  • સારંગપુર કે ગઢડા મંદિરમાં અથવા તો આસ-પાસના ગામોમાં ઉતારાની વ્યવસ્થા કેવળ મહેમાનો માટે જ આરક્ષિત રહેશે.
  • તેથી આપણે સૌ સવારે પધારીને જ આ ઉત્સવનો લાભ લઈને પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરીએ એ જ વિનંતી.
  • સહુએ ખાસ નોંધ લેવી કે, ઘરે બેઠા પણ આ ઉત્સવનો લાભ મળે તે હેતુથી તેનું લાઈવ વેબકાસ્ટ પણ કરવામાં આવશે.


લિ.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી,

સાધુ જ્ઞાનેશ્વરદાસ
(કોઠારી સ્વામી, બી.એ.પી.એસ. સારંગપુર)

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS