Due to the Coronavirus Pandemic, BAPS Swaminarayan Sanstha will conduct the online Satsang Shikshan examinations on 7th March 2021, India and abroad. In India, it is only for Satsang Pravrutti karyakars, Yuva Pravrutti karyakars and the Chhatralay students. Arrangements have been made so that all the candidates can appear for the examinations from their homes through mobile phones, iPad or other tablets, laptops and desktops. Pre-test of the candidates appearing for Satsang Prarambh, Satsang Pravesh and Satsang Parichay will be conducted on Sunday - 14th February 2021. The final examination will be conducted online on Sunday - 7th March 2021. Timings for both the pre-test and the final examinations for Satsang Prarambh, Satsang Pravesh and Satsang Parichay are as follows:
  • SATSANG PRARAMBH: 8:00am to 9:00am
  • SATSANG PRAVESH: 9:30am to 11:00am
  • SATSANG PARICHAY: 11:30am to 1:30pm
The registered candidates are required to appear for the examinations at the time mentioned above of their country’s time zone. Further guidelines for online examinations will be provided soon.
The examinations for Satsang Pravin and Satsang Pragna - 1, 2, 3 will be conducted in summer, the arrangements for which will be announced shortly.
Satsang examinations for children
Moreover, Satsang examinations for children, including Bal Satsang 1, 2 and Satsang Vihar 1, 2 and 3 will be conducted online. The pre-test for the same will be conducted on Sunday - 21st February 2021, and the final examinations will be conducted on Sunday - 14th March 2021.
 

ઓનલાઈન સત્સંગ શિક્ષણ પરીક્ષાઃ માર્ચ 2021

 
કોરોના વાયરસની મહામારીને કારણે 7 માર્ચ 2021ના રોજ લેવાનાર સત્સંગ શિક્ષણ પરીક્ષા ભારત (ફક્ત સત્સંગપ્રવૃત્તિના કાર્યકરો, યુવાપ્રવૃત્તિના કાર્યકરો અને છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે) અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન લેવામાં આવશે. મોબાઈલફોન, આઇપેડ વગેરે ટેબ્લેટ્સ, લેપટોપ કે ડેસ્કટોપ પર આ પરીક્ષા સર્વે પરીક્ષાર્થીઓ ઘરે બેઠાં આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ પ્રારંભ, સત્સંગ પ્રવેશ અને સત્સંગ પરિચય – આ ત્રણ સ્તરની પરીક્ષાઓની પ્રિ-ટેસ્ટ 14 ફેબ્રુઆરી 2021, રવિવારના રોજ લેવામાં આવશે, અને મુખ્ય પરીક્ષા 7 માર્ચ 2021, રવિવારના રોજ ઓનલાઈન લેવામાં આવશે. પ્રિ-ટેસ્ટ અને મુખ્ય પરીક્ષાઓમાં પ્રારંભ, પ્રવેશ અને પરિચય પરીક્ષાઓના સમય આ રીતે રહેશેઃ
  • સત્સંગ પ્રારંભઃ સવારે 8.00 થી 9.00
  • સત્સંગ પ્રવેશઃ સવારે 9.30 થી 11.00
  • સત્સંગ પરિચયઃ સવારે 11.30 થી બપોરે 1.00
વિશ્વના કોઈપણ દેશમાં સત્સંગ શિક્ષણ પરીક્ષામાં રજિસ્ટર થયેલા ઉપરોક્ત ત્રણ પરીક્ષાના પરીક્ષાર્થીઓએ જે તે દેશના ઉપરોક્ત સ્થાનિક સમય પ્રમાણે પરીક્ષાઓ આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષા અંગેનું વિશેષ માર્ગદર્શન ટૂંક સમયમાં આપવામાં આવશે.
સત્સંગ પ્રવીણ તેમજ સત્સંગ પ્રાજ્ઞ-1, 2, 3 સ્તરની પરીક્ષાઓ ઉનાળામાં લેવામાં આવશે, તે અંગેનું આયોજન થોડા સમય પછી જાહેર કરવામાં આવશે.
બાળસત્સંગ-૧, બાળસત્સંગ-૨ તેમજ સત્સંગ વિહાર–૧,૨,૩ પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવશે. જેમાં પ્રિ-ટેસ્ટ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવારના રોજ અને મુખ્ય પરીક્ષા ૧૪ માર્ચ ૨૦૨૧, રવિવારના રોજ લેવામાં આવશે.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS